ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત…

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ સહિત પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી, આ વખતે ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ ની મુલાકાત લેવા અને રાજકોટ માં વ્યાપારીઓ સાથે સંવાદ હેતુ ગુજરાત આવ્યા છે. આ માટે તેઓ પોરબંદર એરપોર્ટ થી સીધા સોમનાથ જવા રવાના થયા હતા અને સોમનાથ પહોંચ્યા બાદ સોમનાથ ની હોટલ સરોવર પોર્ટિકો માં રાત્રી રોકાણ કર્યું હતું. જ્યાં અરવિંદ કેજરીવાલ જી એ વિવિધ સમાજ ના મહાનુભાવો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી.

બીજા દિવસે 26 મી જુલાઈએ સવારે અરવિંદ કેજરીવાલ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન કરવા માટે નીકળ્યા હતા. સોમનાથ મંદિર પહોંચ્યા બાદ અરવિંદ કેજરીવાલે ભગવાન શિવના દર્શન કર્યા હતા. અરવિંદ કેજરીવાલ જી એ ભારતના લોકો ની સુખ-સમૃદ્ધિ અને ભારતમાં સુશાસનની સ્થાપના માટે મંદિરમાં પૂજા કરી અને ભગવાન શિવ ના આશીર્વાદ લીધા. આ પછી અરવિંદ કેજરીવાલે મંદિરના પૂજારી અને મહંતો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા.

સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલ પોરબંદર એરપોર્ટ થી રાજકોટ જવા રવાના થયા હતા. રાજકોટમાં આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ કાર્યકરો સાથે રાજકોટ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજકોટ એરપોર્ટ થી નીકળ્યા બાદ અરવિંદ કેજરીવાલ જી વેપારીઓ સાથે ટાઉન હોલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

રાજકોટમાં વ્યાપારીઓ ના ટાઉન હોલ કાર્યક્રમ માં આમ આદમી પાર્ટી પ્રદેશ ટ્રેડ વિંગ પ્રમુખ શિવલાલભાઈ બરાસીયા દ્વારા આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી નું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ રાજકોટ માં ટ્રેડર્સ ના ટાઉન હોલ કાર્યક્રમ ને સંબોધતા કહ્યું કે, ભાજપ ના પાછલા 27 વર્ષના શાસનમાં તેમને વ્યાપારીઓ સાથે મિટિંગ તો ઘણી કરી હશે જેમાં વ્યાપારીઓને ફક્ત ભાષણ સાંભળવા માટે બોલાવવામાં આવે છે. દેશમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે જનતા ની વાત સાંભળે છે, આવી રીતે ટાઉન હોલ જેવા કાર્યક્રમ યોજીને દરેક વર્ગની સમસ્યાઓ ની સુનવાઈ કરે છે. આજ ના કાર્યક્રમ ની સૌથી સારી વાત એ છે કે મીડિયા ના માધ્યમ થી ગુજરાત ના મુખ્યમંત્રી પણ વ્યાપારીઓની સમસ્યાઓ સાંભળી રહ્યા હશે, અને ચૂંટણી માટે કદાચ બે ત્રણ દિવસ માં કેટલીક સમસ્યાઓ નું નિવારણ લાવવાનું પણ શરુ કરી દે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, મને સવાલ પૂછવામાં આવ્યો છે કે દિલ્હી માં કોઈ પ્રોફેશનલ ટેક્સ લાગે છે? હું બધા વ્યાપારીઓને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી ના શાસન માં દિલ્હી માં કોઈ પ્રોફેશનલ ટેક્સ લેવાતો નથી. MSME એ ભારત દેશની અર્થવ્યવસ્થામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. MSME ને જેટલું વધારવામાં આવશે એટલી વધારે દેશ ની પ્રગતિ થશે. પરંતુ બધી પાર્ટીઓ આવે છે અને ફક્ત વાતો કરીને જતી રહે છે, ચૂંટણી પછી બીજી સરકારો દ્વારા સૌથી વધારે MSME ના લોકો ને દબાવવામાં આવે છે. પણ મારુ માનવું છે કે, MSME સેક્ટર ને પુરી સ્વતંત્રતા સાથે વ્યાપાર કરવાનો મોકો મળવો જોઈએ. અને તેની સાથે જ MSME સેક્ટર ને વીજળી સસ્તી મળવી જોઈએ અને બીજી પણ સુવિધાઓ પણ મળવી જોઈએ.

મહાન કૌટિલ્ય એ અર્થવ્યવસ્થા પર એક પુસ્તક લખી છે, જેમાં એમણે કહ્યું છે કે જનતા પર કોઈ પણ પ્રકાર નો ટેક્સ એવી રીતે લેવો જોઈએ કે જનતા ને ખબર જ ના પડે કે એ ટેક્સ છે. અને ભાજપની સરકારમાં GST એટલું મૂંઝવણ ભરેલું છે કે, ઘણા બધા નાના વેપારીઓ એ GST ની સમજ ના પડવાના કારણે પોતાનો વ્યાપાર જ બંધ કરી દીધો છે. એવી ટેક્સ વ્યવસ્થા શું કામની જે વ્યાપારીઓ નો ધંધો જ બંધ કરી દે. દેશ માટે ટેક્સ કરતા પણ વધારે એ જ જરૂરી છે કે પહેલા લોકો નો વ્યાપાર ચાલે, વ્યવસ્થિત રીતે ઉદ્યોગ ચાલે, વ્યવસ્થિત રીતે અર્થવ્યવસ્થા ચાલે, જો લોકો નો વ્યાપાર બરાબર રીતે ચાલશે તો ટેક્સ પણ ભરાઈ જશે, પરંતુ વ્યાપાર બરાબર નહિ ચાલે તો દેશની અર્થવ્યવસ્થા બગડી જશે.

અરવિંદ કેજરીવાલએ કહ્યું કે, મારા મતે GST ની વ્યવસ્થા સંપૂર્ણ રીતે યોગ્ય નથી. GST ને ખુબ જ જટિલ કરી દેવામાં આવી છે, તેને સરળ બનાવવાની જરૂર છે. હું તેના માટે દિલ્હી નું ઉદાહરણ આપવા માંગુ છું, જ્યારે શરૂઆતમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર બની હતી ત્યારે દિલ્હી નું સંપૂર્ણ રેવન્યુ 30000 કરોડ હતું, અને આજે 7 વર્ષ પછી દિલ્હી નું રેવન્યુ 75000 કરોડ છે. તેનો મતલબ છે કે, વ્યાપારીઓ પર વિશ્વાસ રાખવાની જરૂર છે કેમ કે આ બધો ટેક્સ વ્યાપારીઓ એ ભર્યો છે. આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી દિલ્હી માં રેડ રાજ બંધ કરી દેવામાં આવ્યું, વ્યાપારીઓ પર કારણ વગર રેડ પાડવાનું બંધ કરવામાં આવ્યું અને તેમના પર વિશ્વાસ રાખવામાં આવ્યો ત્યારે જઈને દિલ્હી નું રેવન્યુ વધ્યું છે.

આમ આદમી પાર્ટી ની સરકાર ઈમાનદાર સરકાર છે એટલે અમે દિલ્હી માં ભ્રષ્ટાચાર બંધ કરાઈ દીધો છે. જે અમુક અધિકારીઓ દિવાળી ના નામે પૈસા માંગતા હતા તો તે રોકવા અમારા નાણામંત્રી મનીષ સીસોદીયા એ લોકોની સુવિધા માટે એક નંબર જાહેર કરી દીધો કે જે પણ આમ જનતા પાસે લાંચ લેવા આવે, દિવાળી ના નામે પૈસા લેવા આવે તપ જનતા ડાયરેક્ટ તે નંબર પર ફોન કરીને કમ્પ્લેન્ટ કરી શકે. દિલ્હી માં વજીરપુર જેવા ઘણા ઉદાહરણ છે જ્યાં સવા 300 કરોડ નો ફ્લાયઓવર અમે 200 કરોડ માં જ બનાવી દીધો કેમ કે, અમે લોકો ના પૈસા નથી ખાતા, અમે ઈમાનદાર પાર્ટી થી જનતાની સેવા માટે આવ્યા છીએ. અને આવી જ રીતે ભ્રષ્ટાચાર રોકી પૈસા બચાવી ને CAG ની રિપોર્ટ અનુસાર આજે આખા ભારત દેશ માં માત્ર દિલ્હી ની જ એકમાત્ર સરકાર છે જે નફા માં ચાલી રહી છે.

દિલ્હીમાં અમે ભ્રષ્ટાચાર ખતમ કરી દીધો, ઘણા બધા નક્કામા સરકારી ખર્ચા થતા હતા તે બંધ કરી દીધા, અને પૈસા બચાવી ને લોકો ને સર્વશ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા આપી, 2 કરોડ લોકોને મફત આરોગ્ય વ્યવસ્થા આપી, પાણી, વીજળી, મહિલાઓ ને બસ મુસાફરી અને તીર્થયાત્રા જેવી સુવિધાઓ મફત આપી છે. દિલ્હી માં એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, 1076. જેમાં ફોન લગાવવાથી તમે કોઈ પણ સરકારી સેવા ને પોતાના ઘરે પ્રાપ્ત કરી શકો છો. આ નંબર પર ફોન લગાવવાથી તમારા કામ માટે જે તે સરકારી અધિકારી તમને યોગ્ય સમય માંગીને તમારા ઘરે આવીને તમારું કામ કરી જશે, હવે દિલ્હી માં કોઈને ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી.

અરવિંદ કેજરીવાલએ ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપી.
1) ડર નો માહોલ સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશું, નીડરતા અને શાંતિ સાથે વ્યાપાર કરવાનું વાતાવરણ બનાવશું.
2) દરેક વ્યાપારી ને તે ઈજજત આપશું જેના એ હકદાર છે.
3) ભ્રષ્ટાચાર થી મુક્તિ આપીશું, જે ફક્ત આખા દેશ માં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી જ આપી શકે છે.
4) VET ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને GST ને સરળ બનાવશું.
5) એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેક્ટર થી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યા અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી તે પ્રમાણે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

જો દિલ્હીમાં તમારા કોઈ મિત્ર કે પરિવાર હોય તો તેમની સાથે વાતચીત કરીને પૂછી લો કે દિલ્હી માં સરકાર કેવી ચાલે છે. જો તે લોકો કહે કે સરકાર બરાબર નથી ચાલી રહી તો તમે અમને મત ના આપતા પરંતુ, જો તે લોકો કહે કે હા, દિલ્હી માં સરકાર ખુબ જ વ્યવસ્થિત ચાલી રહી છે તો એક મોકો તો આમ આદમી પાર્ટી ને બને જ છે. જો આમ આદમી પાર્ટી ગુજરાત માં કરેલા વાયદાઓ 5 વર્ષ માં પુરા કરવામાં અસફળ રહે છે તો અમને બીજી વખત વોટ ના આપતા.

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ ટ્રેડ વિંગ પ્રમુખ શિવલાલભાઈ બરાસીયા ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *