અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી- કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આટલી સીટ આવશે

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સુરત(Surat)માં રોડ-શો અને સભા કરવાના છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જુઓ શું કહ્યું?
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુતીથી ચુંટણી પ્રચાર કરી રહી છે. અને લોકોના દિલ સુધી આમ આદમી પાર્ટીના વિચારો અને અરવિંદ કેજરીવાલના કાર્યો પહોંચાડી રહી છે. તેના કારણે જનતા નો જબરદસ્ત પ્રતિસાદ એક એક વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને જે પ્રતિસાદ મળી રહ્યો છે. તેના કારણે ભાજપમાં એક ડરનો માહોલ ફેલાઈ ગયો છે. જે રીતે આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવાની તરફ સતત આગળ વધી રહી છે. એ જોતા બોખલાઈ ગયેલા ભાજપના લોકો દ્વારા આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમોની અંદર હિંસા, તોડફોડ, મારામારી, છરાબાજી, પથ્થર મારો આવી ઘટનાઓ ચાલુ કરી છે,

વધુમાં કહ્યું છે કે, 27 વર્ષ સુધી જનતાએ જે વિશ્વાસ આપ્યો મતના સ્વરૂપમાં એના બદલામાં કામ કર્યું હોત તો આજે પથ્થરમારા કે છરાબાજીની ઘટના ન કરવી પડી હોત ગઈકાલે સુરતમાં લિંબાયત અંદર આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક લોકોએ આવીને ખુલ્લેઆમ છરાબાજી કરી હતી અને અમારા કાર્યકરને છરી મારી ઘાયલ કર્યા હતા. ગઈકાલે મોરબી ની અંદર ભાજપના કાર્યકર્તાઓએ એક અમારા ઉમેદવાર ઉપર ગાડી ચડાવી દેવા માટે કારથી એમને કચડી મારવા માટે તેના સીસીટીવી ફૂટેજ પણ છે. એમના ઉપર કાર ચડાવી દેવાની કોશિશ કરવામાં આવી અને મારી જનસભામાં ભાજપના બે લોકો બાઈક પર બેસી આવીને પથ્થર મારો કરી એક નાના બાળકને ઇજા પહોંચાડી હતી.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, મારે ભાજપના મિત્રોને વિનંતી કરવી છે કે તમારી રાજકીય લડાઈ અમારી સાથે છે. આમ આદમી સાથે છે. બાળકો સાથે નથી. ગુજરાતના લોકો સાથે નથી તમે પથ્થર મારા કરો છો તમે છરાબાજી કરો છો ગાડીઓ ચડાવીને કચડી મારવાની કોશિશ કરો છો. ગુજરાતમાં આ પ્રકારની હિંસાને ક્યારેય જગ્યાએ રહી નથી ચૂંટણી લડો તમે તમારી વાત મૂકો. તમે કરેલા કામ મૂકો અને આવનારા વર્ષોનો એજન્ડા મૂકો. પરંતુ પથ્થરમારો કરીને જનસભા ની અંદર છરાબાજી કરીને લોકોને હિંસા કરીને જે ચૂંટણી જીતવાની કોશિશ કરો છો. એ બિલકુલ યોગ્ય નથી. આવી ઘટનાઓ ગુજરાતના લોકો ક્યારે ય સાખી નહી લે. આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ત્યારે ડરના માર્યા બોખલાઇ જઈને આ પ્રકારની નિમ્ન કક્ષાની હરકતો ભાજપ જે કરે છે એને ક્યારેય ગુજરાતની જનતા માફ નહીં કરે.

અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જુઓ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટીથી બોખલાઈ ગઈ છે. રસ્તા પર જઈને કોઈને પણ પૂછો કે, તમે કોને વોટ આપશો તો તે કહેશે કે આમ આદમી પાર્ટી અથવા તો ભાજપ. જે લોકો એમ કહે છે કે ભાજપ. તે લોકો સાથે પાંચ મિનીટ વાત કરો અને થોડી વાર પછી તે કહેશે કે હું ઝાડુંને વોટ આપીશ. ત્રણ વસ્તુ બહાર આવી રહી છે. જેમાં પહેલું લોકો ડરના માહોલમાં છે. અમે જેટલા પણ રાજ્યમાં ચુંટણી લડી, પહેલીવાર એવું રાજ્ય જોવા મળ્યું, જેમાં આમ આદમી ડરી રહ્યો છે કે, હું કોને વોટ આપીશ.  બીજું કોંગ્રેસના મતદારો ગોતવાથી પણ નથી મળી રહ્યા. ત્રીજું ભાજપના મતદારો ખુબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીને વોટ આપવા જઈ રહ્યા છે. આખું ગુજરાત આ સમયે પરિવર્તન માંગી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલે જાણો શું કરી ભવિષ્યવાણી?
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, હું ગુજરાતની ચુંટણીના પરિણામને લઈને એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. આ ભવિષ્યવાણી સાચી પડશે. ગુજરાતના જેટલા સરકારી કર્મચારીઓ છે એ તમામ લોકોને આશ્વાસન આપતા કેજરીવાલે કહ્યું છે કે, હમણાં 2 મહિના પહેલા ગાંધીનગરની અંદર હજારો સરકારી કર્મચારીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને આખું સચિવાલય ઘેરી લીધું હતું. આ પ્રકારના દ્રશ્યો ગુજરાતની અંદર ક્યારેય નથી જોવા મળ્યા અને તેની એક જ માંગ હતી કે, ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે. હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીને કહેવા માંગું છું કે, અમારી સરકાર બને 31 જાન્યુઆરી સુધીમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ થઇ જશે. પત્રકારે સવાલ પૂછવા પર કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, એટલે સાફ છે કે, આમ આદમી પાર્ટીની 90-92 કરતા વધારે સીટ આવશે અને ભાજપની તેના કરતા ઓછી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *