હવે ગુજરાતમાં પણ મળશે ફ્રી વીજળી- જાણો શું કહ્યું અરવિંદ કેજરીવાલે…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) બે દિવસીય ગુજરાત (Gujarat) ની મુલાકાતે છે. તેઓ રવિવારે બપોરે બે વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સાથે જ આજે તેમણે કહ્યું કે જો દિલ્હી અને પંજાબમાં વીજળી મફત મળી શકે તો ગુજરાતની જનતાને પણ મફતમાં વીજળી મળવી જોઈએ. આજના આ ટાઉનહોલ કાર્યક્રમમાં ગુજરાતના લોકો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી.

રવિવારે ફરી ગુજરાતની મુલાકાત લેશેઃ કેજરીવાલ
કેજરીવાલે વધુમાં કહ્યું કે હું આવતા રવિવારે ફરી ગુજરાત આવીશ અને ગુજરાતમાં મફત વીજળી અંગે ચર્ચા કરીશ. અમારી સરકાર હંમેશા રચનાત્મક સૂચનો અને ટીકાને આવકારે છે જો તે સામાન્ય રીતે લોકો માટે સારું હોય. આ ઉપરાંત જો કોઈ તકલીફો અમારા ધ્યાન પર આવે તો અમે તેને પણ વહેલી તકે ઉકેલીશું.

અમે વિપક્ષમાં બેસવા માંગતા નથી: કેજરીવાલ
AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે રવિવારે અમદાવાદમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે સત્તા મેળવવા માટે અમારે સખત મહેનત કરવી પડશે, અમારે વિપક્ષમાં બેસવાનું નથી. દિલ્હીના મુખ્યમંત્રીએ રવિવારે અહીં 6988 પદાધિકારીઓને ઈમાનદારીથી લોકોની સેવા કરવાના શપથ લેવડાવ્યા હતા.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેજરીવાલે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPને મત આપવા લોકોને અપીલ કરી હતી. સાથોસાથ જણાવ્યું હતું કે, કોંગ્રેસને વોટ આપીને તમારો કીમતી વોટ બગાડો નહીં. તેમણે કહ્યું કે, ભાજપથી નારાજ લોકોના વોટ આપને મળે તો ગુજરાતમાં પણ આપની સરકાર બની શકે છે. પરીસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ AAPએ પૂરા જોરશોરથી શરૂ કરી દીધી છે.

કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપનું પ્રતિનિધિમંડળ, જે ગુજરાતમાંથી દિલ્હીની તાજેતરની મુલાકાતે ગયું હતું, ત્યાંની શાળાઓ અને હોસ્પિટલોમાં એક પણ ખામી કાઢવામાં નિષ્ફળ ગયું હતું. સાથોસાથ અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાતના મતદારોને તેમના મત માંગતી વખતે દિલ્હી અને પંજાબમાં AAP સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે જણાવવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *