દિલ્હી(Delhi): હાલ ગુજરાત(Gujarat)માં વિધાનસભાની ચુંટણી(Assembly elections)ના પરિણામની ગણતરીની કલાકો જ બાકી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલની ‘AAP’ સરકાર પણ ગુજરાતમાં બેટિંગ કરી ચુકી છે અને તેઓ જીતના જશનની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે આજે દિલ્હી(Delhi)માં મ્યુનિશિપલ કોર્પોરેશન(MCD) ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે.
અરવિંદ કેજરીવાલની લેખિત ભવિષ્યવાણી ખોટી પડી
દિલ્હી MCD ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. જોકે ભાજપ હજુ પણ જોરદાર ટક્કર આપી છે. કોંગ્રેસ 10 બેઠકો પર આગળ છે. અત્યાર સુધી કોંગ્રેસ માત્ર 4-5 સીટો પર આગળ હતી. 4 ડિસેમ્બરે MCDની 250 બેઠકો પર મતદાન થયું હતું. અરવિંદ કેજરીવાલે ભાજપને લઈ કરેલી લેખિત ભવિષ્યવાણી ખોટી પડી છે.
અગાઉ કેજરીવાલે અનેક ચેનલોમાં કહ્યું હતું કે, દિલ્હી મ્યુનિશિપલ કોર્પોરેશન(MCD)માં ભાજપને 20થી ઓછી બેઠકો મળશે. પણ હવે સ્થિતિ એ બની છે કે, હાલમાં મતગણતરી દરમ્યાન BJPએ હાલ 100થી વધુનો આંકડો પાર કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અગાઉ MCD ચૂંટણીને લઈ અનેક નિવેદન આપ્યા હતા. જેમાં તેમણે લેખિત ભવિષ્યવાણી કરી હતી કે, દિલ્હી મ્યુનિશિપલ કોર્પોરેશનમાં ભાજપને 20થી ઓછી બેઠકો મળશે.
જોકે હાલ ચાલી રહેલી મતગણતરી મુજબ ભાજપ 100થી વધુ સીટો ઉપર આગળ ચાલુ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમે MCDને લાખો કરોડ રૂપિયા આપ્યા છે, પરંતુ તેમ છતાં તેઓ સામાન્ય જનતાને કચરો ઉપાડવાનું કહે છે. ભાજપના લોકો તેમની શેરીઓમાંથી કચરો ઉપાડીને તેમને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. દિલ્હીની MCD ચૂંટણીમાં ભાજપને 250માંથી માત્ર 20 બેઠકો જ મળશે. આ ચૂંટણીમાં AAPને 230થી વધુ સીટો મળશે. દિલ્હી મ્યુનિશિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.
બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આવતીકાલે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ આવતીકાલે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.