સુરતના મોટા વરાછા રોડ પર આવેલા સહજાનંદપ્રસ્થ માં રહેતા અને સિદ્ધેશ્વર કોર્પોરેશનના નામે કન્ટ્રકશનનો વ્યવસાય કરના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ (Ashwin Chovatiya) ગત પહેલી માર્ચના રોજ અમદાવાદના સોલા વિસ્તારમાં જઈને સુસાઇડ નોટ લખી વિડીયો બનાવી એકરમાં ઊંઘની ટીકડીઓ ખાઇને આપઘાતની કોશિશ કરતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પહેલા અશ્વિને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને J Eklera ગ્રુપના માલિક જયંતી એકલેરા (Jayanti Eklera) વિરુધ કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
આ પ્રકરણમાં અમદાવાદના સોલા પોલીસે ચોવટિયાનું નિવેદન લીધા બાદ ઝીરો નંબર ફરિયાદ ટ્રાન્સફરના કેસમાં સરથાણા પોલીસે સુરતના જાણીતા બિલ્ડર અવધ ગ્રુપના થતિ બાબરીયા ઉર્ફે જયંતી એકલારા તથા ધીરુ હીરપરા, રજની કાબરિયા, ગુડ્ડુ પોદ્દાર, પરેશ વાડોદરિયા અને જીગ્નેશ સખીયા સામે ગુનો દાખલ કર્યો હતો.
આ કેસમાં આજરોજ અવધ ગ્રુપના જ્યંતિ એક્લેરા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન તેમના વકીલ શૈલેષ પટેલ હસ્તક દાખલ કરવામાં આવી હતી.જે પિટિશનની હીયરીંગ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટ કાર્યવાહીના અંતે જયંતી એકલેરા વિરુદ્ધ થયેલી પિટિશન અરજીને મંજૂરીની મહોર મારતા જમીન કૌભાંડમાં જયંતી એકલેરા ને મોટી રાહત થઇ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ શહેરના બહુચર્ચિત જમીન કૌભાંડમાં બિલ્ડર અશ્વિન ચોવટિયાએ જયંતી એકલેરા વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આજરોજ ક્વોશિંગ પિટિશન હાઇકોર્ટએ સ્વીકારી લેતા અવધ ગ્રુપના બિલ્ડર જયંતી એકલેરા વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ અને SIT દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમ્યાન મોટો ચુકાદો આપ્યો છે. આજરોજ બપોરે અમદાવાદ હાઇકોર્ટના ન્યાયધીશ સમીર જે. દવેની કોર્ટમાં આ કેસને લઇ કાર્યવાહી ચાલી હતી. જેમાં જયંતી એકલેરા તરફે તેમના વકીલ શૈલેષ પટેલ અને દૈફરાજ હવેવાલા હાજર રહ્યા હતા.
આ કેસમાં અશ્વિન ચોવટિયાએ સમાધાન કરી લીધું હોવાની એફિડેવિટ પણ કોર્ટ સમક્ષ રજુ કરાઈ હતી. જે દરમ્યાન તમામ દસ્તવેજો- દલીલોને ધ્યાને લઇ નામદાર હાઇકોર્ટે જયંતી એકલેરા વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદને ક્વોશ કરવાનો આદેશ આપ્યો છે. જેથી હવે અશ્વિન ચોવટીયા આપઘાત પ્રયાસમાં જયંતિ એકલેરા ને મોટી રાહત મળી છે.
અંતે અશ્વિન ચોવટિયાએ કરેલી એફીડીવીટનો જયંતિ એકલેરાના વકીલે ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે સમાધાન થયું હોવાનું ફલિત થતા હાઇકોર્ટે જયંતિ એકલેરા વિરુદ્ધ થયેલી ફરિયાદને ક્વોશ કરવાનો આદેશ આપ્યો છે. આ ફરિયાદની સુનાવણી દરમ્યાન પોલીસ તરફથી પણ કોઈ રજૂઆત કે એફીડેવિટ ના મળતા જયંતી એકલારાને રાહતનો શ્વાસ મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.