અજાણ્યા વાહનની જોરદાર ટક્કર લગતા પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIનું કરુણ મોત

પાલનપુર(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીકાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈનું વાહનના ટક્કરથી…

પાલનપુર(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીકાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈનું વાહનના ટક્કરથી વહેલી સવારે મોત નિપજયું હતું. ચડોતર ગામમાં રહેતા બહેનના ઘરેથી વહેલી સવારે બાઇક લઈને પાલનપુર ઘરે આવતા એરોમાં સર્કલ પર ભારે વાહનના ટાયર પગ પર ફરી વળ્યાં હતા. આકસ્મિક નિધનથી પોલીસબેડામાં આઘાતની લાગણી છવાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ફોફળીયાકુવા જુનાડાયરા વિસ્તારમાં રહેતા અને તાલુકા પોલીસ મથકે ASIમાં ફરજ બજાવતા મહંમદશરીફભાઈ શુક્રવારે રાત્રે ચડોતરમાં તેમના બેન નસીમબેન ચૌહાણના ઘરે ગયા હતા. જ્યાંથી સવારે મોટરસાઇકલ લઇ પરત ઘરે આવી રહ્યા હતા.

આ દરમિયાન, 5 વાગે એરોમાં સર્કલ પરથી પસાર થતી વખતે અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી જથી ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. તેમના પુત્રએ આ અંગે જણાવ્યું હતું કે, “મારા પિતાજીનું અકસ્માત થતા હું અને મારો ભાઇ શાહરુખ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે મારા પિતાજીની બોડી ટ્રોમા સેન્ટરમાં હતી તેમના માથા પર ઇજાઓ પહોચી હતી.

તેમજ ડાબો હાથ કોણીથી ભાંગી ગયો હતો અને બન્ને પગે ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ અમે પશ્ચિમ પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ આપી હતી. આ ઉપરાંત, પાલનપુરમાં રહેતા મહંમદશરીફભાઈના ઘરે જઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *