બલિયા(Baliya) જિલ્લાના શિક્ષણ વિસ્તાર બેરુઆરબારીની પ્રાથમિક શાળા સુખુપરા નંબર 1ના શિક્ષકોની બેદરકારી સામે આવી છે. ગુરુવારે એક બાળકને શાળાના રૂમમાં પૂરી તાળું મારીને શિક્ષક ઘરે ચાલ્યા ગયા હતા. કલાકો બાદ પણ બાળક ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બાળકના રડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવકોએ તાળું તોડીને બાળકને બહાર કાઢ્યો હતો. શિક્ષકોની આ બેદરકારીના કારણે પરિવારજનો અને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી હતી. અને તેઓએ કાર્યવાહી કરવા માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે સુખપુરા ગામમાં બાબાના પોખરામાં રહેતા રમેશ રાજભરનો દીકરો આદિત્ય સુખપુરા પ્રાથમિક શાળામાં ધોરણ એકનો વિદ્યાર્થી છે. ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે તે ઘરેથી શાળાએ પહોંચ્યો હતો અને બપોરે 12 વાગ્યે બાળકોને રજા મળી હતી. દોઢ વાગ્યે શિક્ષકો પણ શાળાના રૂમને તાળા મારીને ઘરે ગયા હતા. એવું કહેવામાં આવે છે કે ત્રણ વાગ્યા સુધી જ્યારે આદિત્ય ઘરે ન પહોંચ્યો તો પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. પોખરા-તળાવ વગેરે સ્થળોએ શોધખોળ કરવા છતાં બાળકનો પત્તો લાગ્યો ન હતો.
સાંજે લગભગ 4 વાગ્યે ગામના લોકો શાળાએ પહોંચ્યા અને બારીમાંથી અંદર જોયું તો બાળક કલાસમાં સુતો હતો. લોકોએ અવાજ આપીને તેને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળક ન જાગતા ઈંટ વડે તાળું તોડી અંદર પહોંચીને આદિત્યને બહાર કાઢ્યો. કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. મામલો વધતો જોઈને હેડમાસ્ટર ઉર્મિલા દેવી રાત્રે જ બાંસડીહ પહોંચી, ત્યારબાદ રજિસ્ટરમાંથી નામ, સરનામું અને મોબાઈલ નંબર જાણ્યા પછી બાળકના ઘરે પહોંચી અને દિલગીરી વ્યક્ત કરી. આ અંગે ખંડ એજ્યુકેશન ઓફિસર બેરુઆબારી હિમાંશુ મિશ્રાનું કહેવું છે કે આ ઘોર બેદરકારી છે. જેની તપાસ કરવા બીએસએ સૂચના આપી છે. અધિકારીઓને રિપોર્ટ મોકલવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.