વધતા જતા પ્રદુષણ (Pollution)ને ધ્યાનમાં રાખતા દરેક નાગરિકે તેમજ સરકારે(Government) પણ પર્યાવરણ અંગે જાગૃત થવાની જરૂર છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેઇન્જ મંત્રાલયના પરિપત્રને આધારે શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક(Single use plastic) પર સંપૂર્ણ પ્રતિબંધ(Total ban) આવી રહ્યો છે. મળતી મહીતી અનુસાર, 1 જુલાઈથી પ્લાસ્ટિકની પ્લેટ, ઝંડા, કપ, સ્ટ્રો, ટ્રે, ફોર્ક, આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ નહીં થઈ શકે છે.
31 ડિસેમ્બરથી 120 માઈક્રોનથી પાતળી કેરી બેગના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાદવામાં આવશે. આમ તો તંત્ર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ હાથ ધરે છે, પરંતુ તે ખાસ અસરકારક બનતી નથી, જેમાં અગાઉ જ્યાં 40 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ હતો તેને સામે હવે 30 સપ્ટેમ્બર 2021થી 75 માઇક્રોનથી પાતળી થેલી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હવે 31મી ડિસેમ્બર 2022 બાદ શહેરમાં 120 માઇક્રોનથી પાતળી કેરીબેગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ પ્લાસ્ટિકની કેરીબેગના વેચાણ, ઉપયોગ, સંગ્રહ અને ઉત્પાદન સામે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગૂંથાયેલી ન હોય તેવી કેરીબેગ પણ 60 ગ્રામ પ્રતિ. ચોરસ મીટરથી ઓછી ન હોવી જોઇએ તેવી સ્પષ્ટ જોગવાઇ થઇ છે. જેમાં ખાસ કરીને ઈયર બડના પ્લાસ્ટિક, સ્ટિક, બલુન સ્ટિક, પ્લાસ્ટિક ઝંડા, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમની ચમચી, સિગારેટના પેકેટ પરનું પ્લાસ્ટિક, ટ્રે, બોક્સને લગાવવાની ટેપ, પ્લેટ-કપ, ગ્લાસ, સ્ટ્રો, થર્મોકોલનું ડેકોરેશન વગેરે પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, શહેરમાં ખાસ કરીને ખાણીપીણી માર્કેટ, શાકભાજી માર્કેટ સહિત અન્ય અનેક વિસ્તારમાં આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ બેરોકટોક થતો જોવા મળતો હોય છે. અમદાવાદ શહેરની હદ બહાર ઉત્પાદીત થતાં આવા પ્લાસ્ટિકનું શહેેરમાં અલગ અલગ વાહનો મારફતે પરિવહન કરીને ગેરકાયદે રીતે તેનું વેચાણ થતું હોય છે. વધતા જતા પ્રદુષણને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.