જનતાએ તો AAPના ધારાસભ્યને પરસેવો લાવી દીધો- કહ્યું, શું તમે પણ હર્ષદ રીબડિયાની જેમ ‘ખડ ખાશો’?

ગુજરાત(Gujarat): વિસાવદર(Visavadar) સીટથી વિધાનસભાની ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ભૂપત ભાયાણી(Bhupat Bhayani) આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે, તેઓ ભાજપ(BJP)માં જોડાય તેવી અટકળો…

ગુજરાત(Gujarat): વિસાવદર(Visavadar) સીટથી વિધાનસભાની ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ભૂપત ભાયાણી(Bhupat Bhayani) આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે, તેઓ ભાજપ(BJP)માં જોડાય તેવી અટકળો ખુબ જ ઝડપથી ફેલાઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં ભૂપત ભાયાણી મીડિયા સમક્ષ અનેક વખત ખુલાસો કરી ચુક્યા છે અને ભાજપમાં જોડાવવાની વાતને અફવા ગણાવી ચૂક્યા છે.

ત્યારે આ બધા વચ્ચે એક કાર્યક્રમમાં જ્યારે તેમનો સામનો જનતાથી થયો ત્યારે તો જોવાજેવી થઈ હતી. સેંકડો લોકોની હાજરીમાંથી એક બાદ એક સવાલો ઉઠવા લાગ્યા હતા કે AAPના પાંચ ધારાસભ્યો જીત્યા, પણ પક્ષપલટો કરવામાં તમારુ નામ જ કેમ ચર્ચામાં આવ્યું?, શું તમે પણ હર્ષદ રીબડિયાની જેમ ‘ખડ ખાશો’?, એક કાર્યકરે તો એટલે સુધી કહીં દીધું હતું કે, ‘ભૂપતભાઈ તમે પાકિસ્તાન જશો તો પણ અમે સાથે આવીશું, પરંતુ ભાજપમાં જશો તો ભારે પડશે’.

ત્યારે જનતાના આવા પ્રશ્નો પૂછવામાં આવતા અને લોકોના મિજાજ વચ્ચે ભૂપત ભાયાણીને પરસેવો છૂટી ગયો હતો. અને આવી કપરી સ્થિતિમાં ભૂપત ભાયાણીએ આપેલા જવાબો પણ ખૂબ વિચારવા લાયક હતા. લોકોએ એમ પણ કહ્યું હતું કે, ‘અમારે વિકાસ જોઈતો નથી, તમારે આપ સિવાય ક્યાય જવાનું નથી. તો વધુ એક વ્યક્તિએ કહ્યું હતું કે, રસ્તા,લાઈટ, પાણી સહિતના કોઈપણ કામ ન થાય તો પણ અમને મંજુર છે, પરંતુ ભાજપ સાથે જવાનું નથી તેવું તમે જાહેરમાં વચન આપો’

આ સભામાં ઉપસ્થિત મતદારો અને આગેવાનોએ એક બાદ એક ધારાસભ્યનો ઉધડો લેતા કહ્યું હતું કે, ‘ભાજપની સરકાર સામે રોષ હોવાને કારણે આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર તમને ચૂટીને મોકલ્યા છે. જેથી ભેસાણમાં યોજાયેલ આ સભામાં ધારાસભ્ય ભાયાણીને પાંચ વર્ષ સુધી ભાજપમાં નહિ જાય તેવું વચન ધરાર લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *