અનેક વખત એવું થાય છે કે, બેંકો લોનની રકમ વસૂલ કરવા માટે ગ્રાહકો પાસે બાઉન્સરો મોકલે છે. આ બાબતે લોકસભામાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકૂરે જણાવ્યું કે, કોઈ પણ બેંકની પાસે ગ્રાહકો પાસેથી બળજબરીથી લોન રિકવર કરવા માટે બાઉન્સર મોકલવાનો અધિકાર નથી.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો સ્પષ્ટ આદેશ છે કે, યોગ્ય પોલીસ વેરિફિકેશન અને બીજી અન્ય ઔપચારિક્તા પૂર્ણ કર્યા બાદ જ રૂપિયા રિકવર કરવા માટે એજન્ટ મોકલી શકાય છે. તેમણે એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, કોઈપણ બેંક પાસે લોનની પરાણે રિકવર કરવા માટે કોઈ બાઉન્સર નિમણૂત કરવાનો કોઈ અધિકાર નથી.
આ બાબતે ગાઈડલાઈન શું કહે છે :- ઠાકુરે જણાવ્યું કે, RBIની “ગાઈડલાઈન ઓન ફેયર પ્રેક્ટિસ કોડ ફોર લેંન્ડર્સ’ રજૂ કરી છે. તેમણે બેંક દ્વારા અપનાવવાની જરૂરત છે. તેમને બોર્ડ દ્વારા એપ્રુવ કરવામાં આવી છે. આ સક્યુલર ગ્રાહકો પાસેથી લોન રિકવર કરવા દરમિયા કોઈ પણ પ્રકારનું શોષણ કરતા અટકાવે છે.
RBI કરી શકે છે બૈન :- આ અંગે અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, RBIએ જાણકારી આપી છે, તેની ગાઈડલાઈન ના માનવા સાથે સંકળાયેલ ફરિયાદો મળવા અને બેંકો દ્વારા મોકલવામાં આવેલા બાઉન્સર અને રિકવરી એજન્ટ દ્વારા અભદ્ર વ્યવહાર કરવાની બાબતોને ગંભીરતાછી લેવામાં આવી રહી છે. આ પ્રકારના મામલામાં RBI એક ખાસ સમયગાળામાં કોઈ એરિયામાં રિકવરી એજન્ટ્સની નિમણૂંક કરવા પર RBI બેંકને બૈન કરવા અંગે વિચારી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.