ગુજરાતીના 90 અબજ રૂપિયા બેન્કોએ બ્લોક કરી રાખ્યા છે, જો ઉપાડે તો આ રીતે આપે છે દંડ

હાલના સમયમાં દરેક વ્યક્તિએ બેંકમાં ખાતા ખોલાવ્યા છે. જો કારણ જોઈએ તો દરેક લોકો વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે, તે કારણો સર બેંકમાં ખાતું હોવું જરૂરી છે. કારણકે દરેક લોકોને મળતી આવક બેંકમાં જમા થતી હોય છે.

વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ફરજીયાત રીતે બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવવું પડે છે અને તેના માટે મોટા ભાગની બેંકો દ્વારા મીનીમમ બેલેન્સ તરીકે રૂપિયા 10,000થી લઈને રૂપિયા 25,000 જેટલી રકમની ફરજીયાત માંગણી કરતી હોય છે તેમજ વખાના માર્યા વેપારીઓને ભારે નાણાકીય ખેંચતાણ વચ્ચે આટલી મોટી રકમ ફરજીયાત બ્લોક કરી રાખવી પડે છે. ત્યારે પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા માત્ર રૂપિયા 1000ની ઓછામાં ઓછી રકમ દ્વારા જ આવું કરન્ટ એકાઉન્ટ ખોલવામાં આવી રહ્યું છે. જેનો લાભ હવે વેપારીઓ દ્વારા મોટેભાગે લેવાનું શરુ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં જી.એસ.ટી. હેઠળ નવ લાખ જેટલા અંદાજીત વેપારીઓ અને કંપનીઓની નોંધણી થઇ છે. આ તમામ દ્વારા ખોલવામાં આવેલા કરન્ટ એકાઉન્ટમા વધારે નહી તો પણ સરેરાશ રૂપિયા 10,000ની ઓછામાં ઓછી બેલેન્સની રકમની ગણતરી કરવામાં આવે તો પણ વેપારીઓના સરેરાશ નેવું અબજ રૂપિયા બેન્કોમાં બ્લોક થઇ ગયા છે. જેના ઉપર કોઈ વ્યાજની આવક પણ થતી નથી. વ્યક્તિગત રીતે નાની લગતી આ રકમને જો સામુહિક રીતે ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો ઘણો મોટો અને નજરે ચઢે તેવો છે. જેનો ઉપયોગ માત્ર બેંકો પોતાના જ ફાયદા માટે કરે છે.

જો કે, કેટલીક બેંકો મેટ્રો શહેર તેમજ ટાઉન અને રૂરલ માટે આ કરન્ટ એકાઉન્ટમા મીનીમમ બેલેન્સના દરો અલગ અલગ પણ રાખે છે. આઈડીએફસી બેંક દ્વારા કરન્ટ એકાઉન્ટ માટેનો મીનીમમ બેલેન્સનો દર સૌથી ઉંચો એટલે કે રૂ. 25000 નો રાખવામાં આવ્યો છે. તેની સામે સહકારી બેન્કોનો દર ઘણો જ ઓછો છે. જયારે નવી ચાલુ થયેલી પોસ્ટ પેમેન્ટ બેન્કનો મીનીમમ બેલેન્સનો દર સૌથી ઓછો એટલે કે માત્ર 1000 રૂપિયા જ રાખવામાં આવતા વેપારીઓ આવા ખાતા તરફ આકર્ષાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *