ઉત્તર પ્રદેશના બરેલીની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે 35 લોકોએ રેપ કર્યો. મહિલાએ બરેલીના એસપી ક્રાઇમ વિભાગ પાસે ફરિયાદ કરી છે કે પહેલા પાંચ વ્યક્તિઓ એની સાથે રેપ કર્યો અને આપત્તિજનક વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ આરોપીએ અન્ય લોકોએ ને પણ રેપ માટે મોકલ્યા. રેપની ઘટના લગભગ એક વર્ષ સુધી ચાલતી રહી.
બરેલી ના એસપી રમેશકુમાર ભારતીય એ કેન્ટ પોલીસ સ્ટેશનને મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તેની ઓફિસે આવીને મહિલાએ ગંભીર અપરાધ ની ફરિયાદ કરી છે. મહિલા પોતાના પતિ અને બાળકો સાથે ફરિયાદ લઈને આવી હતી.
મહિલાના પતિ મજૂરી કરે છે. મહિલાનું કહેવું છે કે કેટલાક દબંગોએ સૌથી પહેલા તેનો રેપ કર્યો હતો. તેઓ પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસ્યા હતા.
મહિલાએ કહ્યું કે રેપની ઘટના દરમ્યાન ઘણી વખત બેહોશ થઈ જતી હતી. મહિલા બૂમો ન પાડે એટલા માટે તેના મોંઢા ઉપર કપડું બાંધી દેવામાં આવતું હતું. આ દરમ્યાન ઘણી વખત દારૂ પણ પાવામાં આવ્યો હતો.
મહિલાએ કેટલાક આરોપીઓના નામ જણાવ્યા છે, જ્યારે અન્ય લોકોના ચહેરા જોઈ તે ઓળખી જશે એવી વાત કરી છે.આરોપીઓએ મહિલાને ધમકી આપી હતી કે જો તે કોઈને પણ આ ઘટના અંગે જાણ કરશે તો તેના પતિ અને બાળકોને મારી નાખશે. આપત્તિજનક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કરી દેશે. અત્યારે મહિલાનો પરિવાર બીકનો માર્યો ગામ છોડી બીજે જતા રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.