ગુજરાત(Gujarat): રાજ્ય અને દેશમાં સતત વધી રહેલી મોંઘવારી(Inflation)ને કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમૂલ પછી હવે વડોદરા(Vadodara)ની બરોડા ડેરી(Baroda Dairy) દ્વારા દહીં, છાશના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
વાત કરવામાં આવે તો બરોડા ડેરી દ્વારા તેની દહી અને છાસની પ્રોડક્ટમાં 1 રૂપિયાથી લઇને 15 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. 5 % GSTની દહીં, છાસના ભાવ પર અસર જોવા મળી રહી છે. બરોડા ડેરી દ્વારા ગઈકાલ ગુરુવારથી જ નવા ભાવ લાગુ કરી દેવામાં આવ્યા છે. આવતા મંગળવારના રોજ બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવશે. આ સભામાં ડેરીના કામકાજનો વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવશે.
જાણો શું હતો જુનો ભાવ અને નવો ભાવ:
સુગમ મસ્તી દહીં કપ 200 ગ્રામના 20 રૂપિયાથી વધારી નવો ભાવ 21 કરી દેવામાં આવ્યો છે. સુગમ મસ્તી દહીં કપ 400 ગ્રામના 38 રૂપિયાથી વધારી નવો ભાવ 40 કરી દેવામાં આવ્યો છે. સુગમ મસ્તી દહીં પાઉચ 1 કિલોના 60 રૂપિયા થી વધારી નવો ભાવ 65 કરી દેવામાં આવ્યો છે. સુગમ મસ્તી દહીં પાઉચ 5 કિલોના 300 રૂપિયાથી વધારી નવો ભાવ 315 કરી દેવામાં આવ્યો છે. ગોરસ જીરા છાશ પાઉચ 190 ml 6 રૂપિયાથી વધારી નવો ભાવ 7 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ગોરસ જીરા છાશ પાઉચ 400 ml 11 રૂપિયા થી વધારી નવો ભાવ 12 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ગોરસ છાશ પાઉચ 5 લીટરના 130 રૂપિયાથી વધારી નવો ભાવ રૂપિયા 140 કરી દેવામાં આવ્યો છે.
અમૂલની અલગ અલગ પ્રોડક્ટના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. મસ્તી દહીં 400 ગ્રામ કપમાં રૂપિયા 2નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, 170 મીલી છાશના પેકેટમાં રૂપિયા 1નો વધારો કરવામાં આવ્યો છે, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો કરવામાં આવ્યો છે. મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રુપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. મંગળવારથી જ આ ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.