નકલી પોલીસ બનીને સુરતમાં કરી રહ્યો હતો તોડપાણી, અચાનક અસલી પોલીસ આવી ગઈ અને પછી તો…

સુરત(surat): હાલમાં રાજ્યમાં ફરી એક વખત કોરોનાની (Corona) મહામારીએ રફતાર પકડી છે અને ત્યાં બીજી તરફ પોલીસ પણ સતત પેટ્રોલિંગ (Patrolling) કરી રહી છે. આ દરમિયાન નકલી પોલીસે (Fake Police) આ વાતાવરણ વચ્ચે પણ રૂપિયા કમાવવાનું ન છોડ્યું હોવાની એક ઘટના સામે આવી છે. સુરત (Surat) શહેરના પુણા વિસ્તારમાં એક શખ્સ લોકો પાસેથી પૈસા પડાવતો ઝડપાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના પુણા પોલીસ મથકના PI નો રાઈટર છું તેમ કહીને નકલી પોલીસ શહેરમાં રોફ જમાવતો હતો. અસલી આવી ચડતા નકલી પોલીસ ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં નકલી પોલીસ બનીને આરોપીએ ફર્નિચરની દુકાન ધારકને ત્યાંથી બે સોફા પડાવી લીધા હતા. આ ઉપરાંત બાઈક છોડાવી આપવાના બહાને 8000 રૂપિયા પણ પડાવી લીધા હતા.

નકલી પોલીસ્નાન રોફથી કંટાળીને સુરતના ડુંભાલ ખાતે રહેતા અને પુણા કેનાલ રોડ પર ફર્નિચરની દુકાન ચલાવતા રોહિતકુમાર વિનુભાઈ દેવીપુજક પુણા પોલીસ મથકે પહોચ્યા હતા અને તેઓએ PI ને રજૂઆત કરી હતી કે, થોડા મહિના અગાઉ તેઓની દુકાને એક ઇસમ આવ્યો હતો અને તેને પોતાનું નામ કુલદીપ આહીર અને પોતે પી.આઈ.નો રાઈટર હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસ સ્ટેશનમાં સોફા જોઈએ છે તેવુ કહ્યુ હતું. ‘તું સોફા નહી આપે તો તારા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી જેલભેગો કરી દઈશ’ તેવી ધમકી આપી હતી.

પુણા પોલીસના PI ના જણાવ્યા અનુસાર, નકલી પોલીસ દુકાનદાર પાસેથી 21 હજારની કિંમતના બે સોફાસેટ લઇ ગયો હતો. એટલું જ નહિ, તેઓની દુકાન પાસે ઈંડાની લારી પર તે આવતો હતો અને ત્યાં પોલીસના નામે રોફ બતાવી મફતમાં ઈંડા ખાઈ જતો હતો અને પાર્સલ પણ લઇ જતો હતો. આ ઉપરાંત તેના મિત્રને પોલીસ હોવાની ઓળખ આપી પોલીસ મથકમાંથી બાઈક અપાવવાની વાત કરી 8 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા

જોકે, પુણા પોલીસ મથકમાં કુલદીપ આહિર નામનો કોઈ જ કર્મચારી ન હોઈ પી.આઈ.એ આ મામલે તપાસ શરુ કરી હતી અને પોલીસના નામે ફરતા કિરણ ઉર્ફે કુલદીપભાઈ સેલારભાઈ બારડને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે પુણાગામ સ્થિત કુબેરનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં તે વર્દી પહેરીને પોલીસના નામે રોફ પણ જમાવતો હતો. હાલ પુણા પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *