રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડી રહ્યાં છે. દરેક શહેરોમાં સરળતાથી દારૂ મળી રહ્યો છે. હવે નેતાઓ પણ દારૂ પીને જાહેરમાં ફરી રહ્યાં છે. ભાવનગરના કોંગ્રેસના નેતા રાજેશ જોષી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. મોડીરાત્રે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષીને પોલીસે નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. નિલમબાગ પોલીસના ઇન્ચાર્જ પીઆઇ જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે પરિમલ ચોક વિસ્તારમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દારૂ પીને જાહેરમાં ફરી રહ્યાં હતા. જેની ધરપકડ કરીને પોલીસે ગુનો નોંધ્યો હતો. બાદમાં ટેબલ જામીન પર તેમનો છૂટકારો થયો હતો. હવે અહી સવાલ એ છે કે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ રાજેશ જોષી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.
ભાવનગરમાં ગઈકાલ મોડી રાત્રે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી નશાની હાલતમાં ઝડપાયો હતો. ભાવનગરમાં મોડી રાત્રે નિલમબાગ પોલીસના ઈન્ચાર્જ પીઆઈ પેટ્રોલિંગમાં દરમિયાન કોંગ્રેસના નેતા પરિમલ ચોકમાં નશાની હાલતમાં ઝડપાતાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ ટેબલ જામીન પર છુટકારો થયો હતો.
ઈન્ચાર્જ પીઆઇ પંડ્યા પેટ્રોલિંગમાં હતા તે સમયે પરિમલ ચોકમાં કોંગ્રેસના નેતા નશામાં ચૂર હોઈ પીઆઈએ કાયદેસર કાર્યવાહી કરી હતી. કોંગ્રેસના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યાર બાદ તેનો જામીન પર છુટકારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે રાજકીય વર્તુળમાં બનેલી ઘટનાની નિંદા થઈ રહી છે.