ભાવનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુખ્ખાતત્વોનો આતંક ખુબ જ વધી રહ્યો છે. આ દરમિયાન ભાવનગરમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંગળવારે ભાવનગર શહેરમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની શહેરમાં હાજરી હોય ત્યારે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોય તે સ્વાભાવિક છે. આ દરમિયાન, મુખ્યમંત્રીની હાજરીને પગલે શહેરમાં 500થી વધારે જવાનો બંદોબસ્તમાં હતા.
જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી ભાવનગર શહેરમાં હાજર હતા ત્યારે જ એક આધેડ પર હુમલો થયો હતો. જેમાં બાઇક સવાર બે લોકોએ છરા અને ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયારો વડે આધેડને ઘા મારી દીધા હતા અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. હુમલા બાદ બંને હુમલાખોર હાથમાં ખુલ્લા હથિયાર રાખીને બાઈક પર ભાગી ગયા હતા. મુખ્યમંત્રીની શહેરમાં હાજર હતા ત્યારે જ બનેલા આ બનાવે ખૂબ જ ચર્ચા જગાવી છે.
મળતી માહિતી મુજબ, શહેરમાં બપોરના સમયે આશરે એક વાગ્યાના અરસામાં કાળીયાબીડ પાણીની ટાંકી નજીક રસ્તા પર નાળિયેર વેચીને પેટિયું રળતા એક આધેડ પર છરા અને ગુપ્તીથી હુમલો કરવામાં આવ્યો હતો. બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને એક આધેડ પર વારાફરતી વાર કરવામાં આવ્યો હતો. આ બનાવ બાદ બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ ઉપરાંત, અહીં પોલીસ બંદોબસ્ત પણ હોય છે. આ દરમિયાન, સવાલ એ છે કે હુમલાખોરો કેવી રીતે હુમલો કરીને હાથમાં ખુલ્લા હાથિયારો રાખીને ભાગી ગયા હતા? શા માટે પોલીસના ધ્યાનમાં આ ઘટના આવી ન હતી? હુમલાખોરો ભાગી રહ્યા હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ છે. જ્યારે ઈજાગ્રસ્ત આધેડને પહેલા ભાવનગર અને ત્યારબાદ વધારે સારી સારવાર માટે અમાદવાદ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સીએમ રૂપાણી મંગળવારે ભાવનગરમાં હતા. અહીં તેમના દ્વારા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નીતિનભાઇ પટેલ, વિભાવરીબહેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીની હાજર રહ્યા હતા. અહીં પ્રાસંગિક સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, “હવે સ્થાનિક સ્તરે જ કેન્સરની સારવાર મળી રહેશે. એક સમયે કેન્સરની સારવાર માટે મુંબઈ જવું પડતું હતું.”
આ ઉપરાં, મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 18.88 કરોડના ખર્ચે નિર્મિત 292 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ દુઃખીરામ બાપા સર્કલથી ટોપ-3 સર્કલ સુધીના ચાર કિલો મીટરના રૂપિયા 10.99 કરોડના ખર્ચે તૈયાર થનાર આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.