સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રો વિવાદ પર મોરારી બાપુનું નિવેદન- કહ્યું: “હનુમાનજીને સેવા કરતા બતાવવા અયોગ્ય”

Published on Trishul News at 11:28 AM, Thu, 31 August 2023

Last modified on August 31st, 2023 at 11:29 AM

Morari Bapu statement on the Salangpur Hanumanji: બધા ભાવી-ભક્તોનું પ્રિય અને સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરનો વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે.જેમાં મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ નમસ્કાર મુદ્દામાં દર્શાવવામાં આવ્યા હોવાથી વિવાદ ચાલુ થયો છે.ત્યારે આ સમગ્ર મામલે બજરંગ દળ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.તેમજ બજરંગ દળના અધ્યક્ષ મંદિરના કોઠારી વિવેક સાગરને(Morari Bapu statement on the Salangpur Hanumanji) મળ્યા હતા અને વહેલી તકે આ ભીંતચીત્રોને દૂર કરવા માંગ કરી છે.

હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું ન હતું-મોરારીબાપુ
ત્યારે હાલ આ સમગ્ર મામલે મોરારિબાપુએ પણ એક નિવેદન આપ્યું છે કે, દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે લોકો કેવા કેવા કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મૂર્તિ મોટી મૂર્તિ છે. અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા , સેવા કરતા દેખાઈ રહ્યા છે.ત્યારે હવે વિચારો. સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું ન હતું. હવે તમે બોલો.

શું છે સમગ્ર વિવાદ ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે.

સંતોનું એવું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં તમે જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ચિત્રોના ફોટા પરથી જ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કર્યો છે.

Be the first to comment on "સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રો વિવાદ પર મોરારી બાપુનું નિવેદન- કહ્યું: “હનુમાનજીને સેવા કરતા બતાવવા અયોગ્ય”"

Leave a comment

Your email address will not be published.


*