ગુજરાતમાંથી અવાર-નવાર કોઈને કોઈ મોટા-મોટા કૌભાંડ સામે આવતા રહે છે ત્યારે આજે ફરી એક વખત આવું જ એક કૌભાંડ સુરતમાંથી સામે આવ્યું છે. આં પહેલા પણ સુરતમાંથી ખીચડી કૌભાંડ સામે આવ્યું હતું. હજુ તો આ ખીચડી કૌભાંડ પૂરું થયું નથી ત્યાં તો 4 કરોડનું કૂતરા કૌભાંડ સામે આવ્યું છે.
સુરતમાં જ્યારથી જગદીશ પટેલ નગર પાલિકાના મેયર બન્યા છે ત્યારથી સુરત મહાનગરપાલિકા સતત વિવાદમાં આવી રહ્યું છે એટલું જ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા જનતા સાથે કરવામાં આવતું વર્તન પણ સતત ચર્ચનું કારણ બન્યું છે જેને લઇને નગરજનોમાં મેયર અને ભાજપ શાસિત પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હાલમાં સોશ્યલ મીડિયામાં જોવા મળી રહ્યો આક્રોશ
સુરતના મેયર જગદીશ પટેલના નેતૃત્વમાં પાલિકા કૌભાંડોની હારમાળા…….ભ્રષ્ટાચાર એ જ વિકાસ? 35 કરોડનું ખીચડી કૌભાંડ, 8 કરોડનું સ્મશાન કૌભાંડ, 10 કરોડનું પતરા કૌભાંડ, 2 કરોડનું કચરાપેટી કૌભાંડ, 5 કરોડનું ઈન્જેક્શન કૌભાંડ, 15 લાખનું આઈફોન કૌભાંડ અને 10 કરોડના અનાજ કૌભાંડ બાદ સુરત મ્યુનિસિપલ ચોર્પોરેશનનું નવું નજરાણું 4 કરોડનું કૂતરા કૌભાંડ પણ સામે આવ્યું છે. આ સિવાય પણ મેયર જગદીશ પટેલના શાસનમાં અન્ય નાના મોટા કૌભાંડ થયા છે.
અત્રે ઉલેખનીય છે કે, 2 દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં 15 વર્ષના નાનકડા બાળકને પાલિકાના અસંવેદનશીલ અધિકારીઓએ 400 રૂપિયાનો દંડ ફટકારીને સંવેદનાહિન સરકારનો અહેસાસ કરાવી દીધો હતો. ત્યારે સુરતમાં હવે આગામી સમયમાં પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પલ્લું ખૂબ જ ભારે બનતું જાય છે જેને લઇને રૂપાણી સરકાર ના પાયા પણ હવે ડગમગવા લાગ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ભાજપ શાસિત છે પરંતુ આ મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારને લઇને ભાજપને બદનામ કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી જેમાં મેયર જગદીશ પટેલ એના મુખ્ય કેન્દ્રબિંદુ માં રહ્યા છે.
લગભગ દોઢ વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિ કાંડ સર્જાયો હતો. જેમાં માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારથી થી લઈને આજદિન સુધીની અનેક એવી ઘટનાઓ છે જેમાં મેયર સહિતના શાસકો અને નગર પાલિકાના અધિકારીઓએ સુરતની જનતા સાથે કરેલા અમાનવીય વર્તનનો હવે આગામી ચૂંટણીમાં બેલેટ થી જવાબ આપવામાં આવે તો નવાઈ નહી. સુરત મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનો પર્યાય બની છે, ત્યારે આગામી સમયમાં સુરતીઓએ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવાનું મન બનાવી લીધું હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, રૂપાણી સરકારના અધિકારીઓ પર અંકુશ ન હોવાને કારણે અધિકારીઓ મન ફાવે તેમ નિયમો નો દુરુપયોગ કરીને જનતાને ત્રસ્ત કરતા હોય છે. જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ બાકાત રહ્યા નથી એટલું જ નહીં સુરતમાં પાલિકાના સત્તાધીશો કે કર્મચારીઓ દ્વારા કોઈપણ અઘટિત ઘટના બને ત્યારે મેયર પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરવામાં સૌથી માહિર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સુરતના મેયર જગદીશ પટેલ શરૂઆતથી જ વિવાદમાં રહ્યા છે ત્યારે હવે આગામી ચૂંટણીઓમાં તેમના નેતૃત્વ દ્વારા ઊભી થયેલી ભાજપની આ ખરાબ છાપ ને ભૂસવામાં ભાજપ કેટલે અંશે સફળ થશે એ તો આવનારો સમય જ બતાવશે.!!!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle