યુપીના બરેલી જિલ્લાના ચેનપુર સીટ પરથી BJP ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલની દીકરી સાક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે. સાક્ષીએ દલિત યુવક અજિતેશ કુમારની સાથે વૈદિક હિંદુ રીત રીવાજથી લગ્ન કર્યા છે. ત્યારબાદ તેણે પોલીસ પાસે મદદ માગતા કહ્યું હતું કે, તેને અને તેના પતિને પિતા તરફથી જીવનું જોખમ છે, આથી તેમને સુરક્ષા આપવામાં આવે. આ મામલામાં સાક્ષીના પિતા રાજેશ મિશ્રાએ મીડિયાની સામે તેમજ પ્રેસ રીલિઝ જાહેર કરી છે. તેમનું કહેવુ છે કે, દીકરી મેચ્યોર છે અને તેને નિર્ણય લેવાનો અધિકાર છે, અને તેમણે કોઈને પણ જાનથી મારવાની ધમકી નથી આપી.
Bareily MLA Pappu Bhartaul’s daughter released a video appealing to her father to stop opposing her love marriage and call back his goons. The daughter had married a man against her families wishes and fears honour killing. @Uppolice pic.twitter.com/Z2hQcmWyJR
— Saurabh Trivedi (@saurabh3vedi) July 10, 2019
મારી વિરુદ્ધ મીડિયામાં જે ચાલી રહ્યું છે, તે બધુ ખોટું છે. દીકરી મેચ્યોર છે, તેને નિર્ણય લેવાનો અધિકાર છે, મેં કોઈને પણ જાનથી મારવાની ધમકી નથી આવી, કે મારા કોઈ વ્યક્તે પણ આવી કોઈ ધમકી નથી આપી, મારા પરિવારે કોઈ વ્યક્તિને ધમકી નથી આપી.
હું અને મારો પરિવાર પોતાના કામોમાં વ્યસ્ત છીએ, હું મારી વિધાનસભામાં જનતાના કાર્યો કરી રહ્યો છું તેમજ પાર્ટી (BJP)ની સદસ્યતા પર ચાલી રહ્યો છું. મારા તરફથી કોઈને પણ કોઈપણ પ્રકારનું જોખમ નથી.
BJP MLA Rajesh Mishra on her daughters viral message “He says – media is running wrong news,have not called my daughter and threatened her,Not sent anyone after her,My daughter is an adult . She can take her own decisions” @ndtv pic.twitter.com/e7q58Z5Kow
— Saurabh shukla (@Saurabh_Ndtv) July 11, 2019
સાક્ષીએ ત્યારબાદ વધુ એક વીડિયો જોહેર કર્યો છે, જેમાં બરેલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પાસે મદદ માગવામાં આવી છે અને કહ્યું હતું કે, તેના પિતા અને ધારાસભ્ય રાજેશ મિશ્રા, ભાઈ વિકી અને પિતાના એક સહયોગીથી તેને જીવનું જોખમ છે. એવામાં તેને અને તેના પતિને સુરક્ષા આપવામાં આવે. સાક્ષીએ આપરો લગાવ્યો છે કે, તમામ લોકો મળીને તેની અને તેના પતિની હત્યા કરવા માગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.