મહાદેવ બેટિંગ એપ કૌભાંડ મુદ્દે સી આર પાટિલે કહ્યું: ‘સત્તામાં રહી સટ્ટાનો ધંધો કરે છે કોંગ્રેસ’

C R Patil Statement Mahadev App Scam: હવે મહાદેવ બેટિંગ એપના મુદ્દે રાજકારણ ગરમાયું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા EDએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર…

C R Patil Statement Mahadev App Scam: હવે મહાદેવ બેટિંગ એપના મુદ્દે રાજકારણ ગરમાયું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા EDએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર એપ પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાના ગંભીર આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદ હવે ભાજપ બઘેલ પરના ગંભીર આરોપોને લઈને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. આજે દુર્ગમાં રેલી બાદ ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે સટ્ટાબાજી દ્વારા જનતાના પૈસા લૂંટ્યા છે. તેઓએ મહાદેવના નામે કૌભાંડ કર્યું છે.કોંગ્રેસ, ઇલેક્શન જીતવા માટે ખોટી દિશામાં પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુરત ભાજપ કાર્યાલય ખાતે સી.આર. પાટીલે(C R Patil Statement Mahadev App Scam) જણાવ્યું છે કે, ED ની તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ED ને માહિતી મળી હતી જેમાં મહાદેવ એપના પ્રમોટર્સ કોંગ્રેસને રોકડ આપવાનું વિચારી રહ્યા છે. આ અંતર્ગત છત્તીસગઢના અસીમ દાસની એક હોટલમાંથી ધરપકડ પણ કરવામાં આવી હતી. અસીમ દાસે ED સમક્ષ કબૂલાત કરી છે કે, આ પૈસા ભૂપેશ બઘેલને આપવાના હતા.

કૌભાંડમાં કોગ્રેસના મોટા માથા સંડોવાયેલા- પાટીલ
સી આર પાટીલે જણાવ્યું છે કે, આજે રાજકીય રીતે ભૂકંપ સર્જાય એ પ્રકારની કેટલીક માહિતી સામે આવી છે. મહાદેવ પ્રમોટર દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રીને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કૌભાંડમાં કોગ્રેસના મોટા માથા સંડોવાયેલા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે છત્તીસગઢને દાવ પર લગાડયો છે. સત્તામાં રહી સટ્ટાનો ધંધો કોંગ્રેસ કરે છે.

CR પાટીલના આકરા સવાલ
સી.આર. પાટીલે વધુમાં કહ્યું છે કે, ED એ અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે અને 475 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ભાજપે કોંગ્રેસને સવાલ કર્યો છે કે, પ્રમોટર અસીમ દાસ પાસેથી 5.69 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. શું અસીમ દાસ પાસેથી મળેલા આ પૈસા લેવામાં આવ્યા તે હકીકત છે ? શું ભૂપેશ બઘેલને વોઇસ મેસેજ દ્વારા પૈસા મોકલવા માટેની વાત કરવામાં આવી છે તે યોગ્ય છે ?નૈતિકતાના આધારે ભુપેન્દ્ર બઘલે ચૂંટણી લડવાની ના પાડવી જોઇએ.કોંગ્રેસે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. શું ચૂંટણી લડવા માટે આવતા સટ્ટાબાજીના પૈસા યોગ્ય છે ? પાંસો ને આઠ કરોડ ની રકમ છત્તીસગઢ ના મુખ્ય મંત્રીને ચૂકવાયા ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *