જનસત્તામાં છપાયેલા રીપોર્ટ અનુસાર ગુજરાતના સુરત શહેરમાં આવેલ ભાજપના અધ્યક્ષ નીતિન ભજીયાવાલા ઉધના મેઇન રોડ સ્થિત પાર્ટી ઓફિસમાં રાતે આઠ વાગ્યા પછી બહારના લોકોને એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. સુરતથી જ ભાજપના કાર્યકર્તાઓ ને આ વાતની જાણકારી આપવા માટે મુખ્ય કાર્યાલય અને તેના ગેટ પર બેનર લગાવી દેવામાં આવ્યું છે. બેનરમાં લખવામાં આવ્યુ છે કે ઓફિસમાં રાતે આઠ વાગ્યા પછી કોઈ પ્રાઈવેટ મિટીંગ નથી થતી અને એન્ટ્રી પણ બેન છે. બેનરમાં લખ્યું છે કે ‘જો કર્ફ્યુ બાદ કોઈ કાર્યાલયમાં પ્રવેશ કરે છે તો તેણે પોતાની ઓળખાણ આપવી પડશે. આ ઉપરાંત રજીસ્ટરમાં લેખિતમાં જણાવવું પડશે કે તેઓ પાર્ટી ઓફિસમાં કયા કારણે પ્રવેશ્યા.’
ભાજપ કાર્યાલય સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આપત્તિજનક ફૂટેજ કેદ થઈ છે. આમાં અમુક અણધાર્યા લોકો પાર્ટી ઓફિસમાં આવ્યા અને ઉપદ્રવ પેદા કર્યો. સુત્રોએ જણાવ્યું કે અમુક લોકોને ઓફિસના કમ્પાઉન્ડમાં દારૂ પીતા સીસીટીવી કેમેરામાં ઝડપાયા હતા. આ મામલામાં સુરક્ષા ગાર્ડે પૂછપરછ કરી તો તેઓ ભાજપના જ કાર્યકર્તા હોવાનું સામે આવ્યું.
જણાવી દઈએ કે ઉધના સ્થિત આ પાર્ટી ઓફિસમાં થોડાક સમય પહેલાં જ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આવ્યા હતા. તેમણે પ્રેસ મિટિંગમાં પ્રધાનમંત્રી મોદીના ખૂબ જ વખાણ કર્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે મોદીને ભગવાનનું વરદાન ગણાવીને કોંગ્રેસ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે આખા દેશમાંથી લુપ્ત થવા જઈ રહી છે. જ્યાં સુધી કોંગ્રેસમાંથી પરિવાર દૂર નહીં થાય ત્યાં સુધી પાર્ટી ને કોઈ નહીં બચાવી શકે.