ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ચુંટણી પહેલા જ હલચલ તેજ થઈ ચુકી છે. જો વાત કરવામાં આવે તો ભાજપ(BJP) દ્વારા પોતાના નેતા કિશનસિંહ સોલંકી(Kishan Singh Solanki suspended)ને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે(CR Patil) કિશનસિંહને સસ્પેન્ડ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, કિશનસિંહ સોલંકી અમદાવાદ જિલ્લાના પૂર્વ મિડિયા કન્વીનર અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ડીબેટ ટીમના સભ્ય રહી ચૂક્યા છે. આ અંગેની જાણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય દ્વારા કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સુચનાથી પક્ષ વિરોધી પ્રવુતિ કરવા બદલ અમદાવાદ જીલ્લાના કિશનસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. અતે ઉલ્લેખનીય છે કે, આજે જ ફેસબુક પર પંજાબના સીએમ માન સાથે ફોટો પોસ્ટ કર્યો હતો.
ભગવંત માનને જન્મદિવસની શુભકામના આપતા ભાજપમાંથી સસ્પેન્ડ:
ભગવંત માનને જન્મદિવસની શુભકામના આપતી પોસ્ટ ફેસબુક પર મુકવામાં આવતા સી આર પાટીલ દ્વારા ભાજપ જિલ્લા મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.