વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. જેમા કુલ 44 બેઠકોમાંથી 36 બેઠકો પર ભાજપે બહુમતી મેળવીને પ્રચંડ જીત હાસલ કરી છે. કુલ 8 બેઠકો પર મતગણતરી હજું બાકી છે. ભારતીય જનતા પાર્ટીની જીત થતા કાર્યકરોમાં અને પાર્ટીમાં ખુબ જ ખુશી જોવા મળી રહી છે. સાથેજ પાર્ટીમાં ઠેર ઠેર ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
44માંથી 32 સીટ પર ભાજપનો પ્રચંડ વિજય:
અમે તમને જણાવી દઈએ કે, 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે. જેથી વાપી નગરપાલિકાની જીત વાપી ભાજપ માટે ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે નગપાલિકાની ચૂંટણીની અસર વિધાનસભા ચૂંટણી પર પણ પડી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે હજુ 8 બેઠકો પર મતગણતરી બાકી છે. પરંતુ ભાજપે 44માંથી 36 સીટ પર શાનદાર જીત મેળવી લીધી છે.
પ્રચંડ જીતને કારણે વાપીમાં ઠેર ઠેર ખુશીનો અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ 8 બેઠકની મતગણતરી બાકી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, 8 બેઠકમાં કોણ બાજી મારશે. હાલમાં તો ભાજપે વાપી નગરપાલિકા પર ભવ્ય જીત હાંસલ કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.