પેટા ચૂંટણીઓમાં ભાજપના સુપડા થયા સાફ- જાણો ક્યા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડીપોઝીટ પણ ગુમાવી બેઠા

Published on: 11:24 am, Tue, 5 October 21

ગુજરાત(Gujarat): રાજ્યની વિવિધ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની રવિવારના રોજ ચૂંટણી(Election) યોજાઇ હતી. જેના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતાના ગઢમાં ફરીવાર કોંગ્રેસે ગાબડું પડી દીધું છે.

ગાંધીનગર મહાનગર પાલિકા સહિત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામ(Election result) જાહેર થઇ રહ્યા છે. ત્યારે મહાનગર પાલિકા બાદ અન્ય પાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ છે. જો કે, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ગઢમાં કોંગ્રેસે ફરી એક વખત ગાબડું પાડ્યું છે.

જુનાગઢ જીલ્લામાં મનપા વોર્ડ 8 ની પેટા ચૂંટણીમા કોંગ્રેસના ઉમેદવાર રજાક હાલા ની જીત થઇ છે. કુલ મતદાન  9158 થયેલું છે. જેમાં કોંગ્રેસ 4576 વોટ મળેલ છે. NCP ને 3805 મત મળ્યા છે. જયારે ભાજપને 638 મત મળ્યા છે. આ પરિણામ પરથી કહી શકાય કે, ભાજપના ઉમેદવારની ડિપોઝિટ પણ ગુમાવવી પડી છે.

રાજકોટ-જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. શિવરાજપૂર અને સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ગઢમાં ગાબડું પડ્યું છે. અગાઉ એક બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

મોરબી તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રાજપર-2 બેઠક માટે રવિવારે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. મોરબી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ત્રાજપર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં 54.84 ટકા જેવું મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જો કે ગત ટર્મમાં આ બેઠક કોંગ્રેસના હાથમાં હતી અને આ પેટા ચૂંટણીમાં પણ ત્રાજપર બેઠક કોંગ્રેસના ફાળે આવી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ જેસાભાઈ ડાભી સૌથી વધુ મત મેળવીને શાનદાર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપના ઉમેદવારને અડધા મત મળતા આ બેઠક પર પરાજય થયો હતો. આમ ફરી કોંગ્રેસે આ સીટ જાળવી રાખીને ભાજપને પરાજય આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.