હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોટાભાગનાં લોકો સેનીટાઈઝરનો ઉપયોગ કરતાં હોય છે. આવા સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એશિયાના સૌથી ધનાઢ્ય ગણાતા એવાં મુંબઈ કોર્પોરેશનનું શિક્ષણ બજેટ રજુ થઈ રહ્યું ત્યારે એક વિચિત્ર ઘટના સર્જાઈ હતી.
મુંબઈ કોર્પોરેશનના જોઈન્ટ કમિશનર રમેશ પવાર આ બજેટ રજુ કરવાના હતા. આની પહેલા તેમને તરસ લાગતાં એમણે સામે મુકેળ બોટલને મોઢે માંડી હતી. જો કે, તેમણે એક ઘૂંટડો પીધો હતો ત્યારે જાણ થઈ કે, બોટલમાં પાણી નથી પણ સેનિટાઈઝર છે. તેમણે તરત સેનિટાઈઝ મોં માંથી બહાર કાઢીને તરત જ પાણીની બોટલ આપવામાં આવી હતી.
બજેટ વાંચતા તરસ લાગી :
એડિશનલ કમિશનર આશુતોષ સલિલ બજેટ રજૂ કરવાના હતા પરંતુ તેમની તબિયત અચાનક ખરાબ થતા બજેટ રજૂ કરવાની જવાબદારી રમેશ પવાર પાસે આવી હતી. તેઓ કોર્પોરેશનના સભાગૃહમાં પહોંચ્યા પછી તેમને બજેટ આપવામાં આવ્યું હતું.
બજેટ વાંચતા પહેલા તેમને તરસ લાગતાં ટેબલ પર મુકેલ બે બોટલો પૈકી એક પાણીની તેમજ એક સેનિટાઈઝરની હતી. તેઓ સેનિટાઈઝરની બોટલને પાણીની બોટલ સમજીને મોંઢે માંડી હતી. જો કે, તેમને તરત જાણ થતાં એમનો બચાવ થયો હતો. મુંબઈ કોર્પોરેશનના શિક્ષણ બજેટમાં કુલ 2,945 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
#WATCH: BMC Joint Municipal Commissioner Ramesh Pawar accidentally drinks from a bottle of hand sanitiser, instead of a bottle of water, during the presentation of Budget in Mumbai. pic.twitter.com/MuUfpu8wGT
— ANI (@ANI) February 3, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle