અમદાવાદના માણેકબાગમાં તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત- દારૂના નશામાં ચકચૂર નબીરાએ BMW કારનો સર્જ્યો અકસ્માત

Ahmedabad Accident News: ગુજરાતમાં દારૂબાંધી માત્ર ચોપડાઓ પુરતી જ છે. તેનું એક માત્ર ઉદારહણ અમદાવાદના માણેકબાગના અકસ્માતમાં સાબિતી થયા છે.BMW કારચાલક(Ahmedabad Accident News) કમલેશ બિશ્નોઈએ અગાઉ અપાયેલા ત્રણ મેમોમાંથી એક પણ મેમો ભર્યા નથી.ટ્રાફિક નિયમોના ભંગ બદલ ત્રણ મેમો અપાયા છે.

તેણે હજુ સુધી વર્ષ 2017, 2018 અને 2020માં અપાયેલા મેમો ભરવાના બાકી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે નશામાં ધૂત કમલેશ બિશ્નોઈએ ગઈકાલે રાત્રે સર્પાકાર રીતે BMW કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો.

કમલેશ બિશ્નોઈને અપાયા છે ત્રણ મેમો
અમદાવાદના માણેકબાગ અકસ્માતના આરોપી કમલેશ બિશ્નોઈને પાર્કિંગ, ફેન્સી નંબર પ્લેટ અને રેડ લાઈટના ભંગને લઈને ત્રણ મેમો અપાયા છે. કમલેશ બિશ્નોઈને અપાયેલા 3 માંથી એક પણ મેમો ભરવામાં આવ્યા નથી. વર્ષ 2017, 2018 અને 2020માં અપાયેલા મેમો હજુ પણ ભરવાના બાકી છે.

શું બની હતી ઘટના?
અમદાવાદ શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. શહેરના માણેકબાગ નજીક ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું તેવી માહિતી મળી રહી છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની તો થઈ નહોતી. ગઈ રાત્રે 1 વાગ્યાની આસપાસ BMW કારના ચાલકે કારને માણેકબાગ નજીક અથડાવી હતી. ચાલકે ગઈકાલે રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી દીધી હતી.

સેટેલાઇટ પોલીસે કરી ધરપકડ
અકસ્માત સર્જીને કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી રહ્યો હતી. જે બાદ સેટેલાઈટ પોલીસે ફિલ્મોની જેમ તેનો પીછો કરી માણેકબાગથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ચાલક કમલેશ બિશ્નોઈ દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ BMW કારના ચાલકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *