અમદાવાદ(ગુજરાત): આજકાલ ખુલ્લેઆમ અસામાજિક તત્વો આતંક મચાવીને જનતાને ડરાવવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન, અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં કુખ્યાત બૂટલેગર રાજુ ગેંડી અને તેના દીકરા વિકી ગેંડીના આતંકની ઘટના સામે આવી છે. ગેંડી ગેંગ દ્વારા ઉઘરાણીએ આવેલા એક બૂટ-ચપ્પલના ધંધાર્થીને લમધારવામાં આવ્યો હતો. હાલ આતંકવની આ ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. વેપારીનો આક્ષેપ છે કે, આશરે 7000 રૂપિયાનો માલ લીધા બાદ પૈસા ચુકવ્યા નહોતા અને પૈસા લેવા ગયા તો પોતાના સાગરિતો સાથે મળીને અને ઢોર માર મારવામાં આવ્યો હતો.
મળતી મહીતિ મુજબ, સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યો સરદારનગરના છે જ્યાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો દીકરો વિકી ગેંડી વેપારીને માર મારતો જોવા મળી રહ્યો છે. વિકી ગેંડીએ પોતાનાં પરિવારમાં જન્મદિવસ હોવાથી પોતાના સમગ્ર પરિવાર માટે સરદારનગરનાં વેપારી પાસેથી રૂપિયા 7500ના બુટ અને ચપ્પલ લઈ ગયો હતો. જેનાં પૈસા ઓનલાઈન આપવાનુ કહીનો દોઢ મહિનાથી આપતો હતો જેથી વેપારીઓને લેવાનાં નીકળતા પૈસા માંગતા તેને ઢોર માર મારીને ફરિયાદ ન કરવાની ધમકી આપવામાં આવી હતી.
જોકે, આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જાણવા મળ્યું છે કે, કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી તો હાલ જેલના સળિયા ગણી રહ્યો છે. પરંતુ, તેનો દીકરો અને સાગરીતો મારફતે સરદારનગર વિસ્તારમાં દારૂની હાટડીઓ બેફામ ચલાવી રહ્યો છે. ત્યારે તેના ત્રાસથી કંટાળીને અનેક વેપારીઓ દ્વારા વિસ્તારમાંથી હિજરત પણ કરવામાં આવે છે.
પોલીસની નજર હેઠળ સરદરનગર વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ દારૂનો વ્યવસાય ચાલી રહ્યો છે. આ દરમિયાન, આવા બુટલેગરો વિસ્તારમાં દબદબો બનાવી રાખવા માટે થઈને વેપારીઓને હેરાન કરતા રહે છે. જાણવા મળ્યું છે કે, રાજુ ગેંડીના સાગરીતો દ્વારા વેપારીઓ પાસેથી વસ્તુ લેવામાં આવે છે અને પૈસા પણ આપતા નહીં હોવાનો આક્ષેપ સરદારનગર વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે.
ત્યારે આવા અસમાજિક દૂષણોને ડામવા માટે થઈને સ્થાનીક પોલીસ અસમર્થ નીવડી રહી છે તે વાત પણ એટલી જ હકીકત છે. હાલ તો આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા 3 શખસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ, કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જોવા મળી નથી રહ્યું. ઉપરાંત, આગાઉ વર્ષ 2014માં આ જ વેપારી જોડે પણ મારમારી કરી હોવાનું રટણ ફરિયાદી કરી રહ્યા છે આ સાથે જ તેમની દુકાનની પાછળના ભાગે હજી પણ રાજુ ગેંડી દ્વારા દારૂના અડ્ડા ચલવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.