હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વાયરલ થયો છે જેમાં એક મહિલાએ તેના બોસને જાડુંથી માર્યો. તમે આશ્ચર્યચકિત થશો કે મહિલાના બોસે એવું શું કર્યું કે તેને ખૂબ માર મારવામાં આવ્યો? આ અંગે જાણવા મળ્યું છે કે, એક મહિલા સરકારી કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે તેનો બોસ તેને અભદ્ર મેસેજ મોકલીને હેરાન કરતો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ મહિલા તેના બોસની ઉપર બાથરૂમના ટબમાં ભરેલું પાણી ફેક્યું અને ત્યારબાદ તેની ઓફિસની અંદર જઈને જાડુંથી જોરદાર માર મારે છે.
એટલું જ નહીં, મહિલાએ બોસની સામે જોરથી મોં પર પુસ્તકો પણ ફેંક્યા. આ દરમિયાનતેની સાથે ઉભેલી મહિલાએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો બોસ ચહેરો છુપાવવા લાગ્યો. ત્યારબાદ બોસે મહિલાની સામે માફી માંગી અને કહ્યું કે, જ્યારે તેણે સંદેશ મોકલ્યો ત્યારે તે મજાક કરતો હતો. ત્યારે સાથે ઉભેલી મહિલાએ કહ્યું કે, ‘આ મજાક કેવી રીતે થઈ શકે? આ તમારું ગંદુ પાત્ર દર્શાવે છે. તમે ક્યારેય તમારી ઓફિસના સ્ટાફ વિશે વિચાર્યું છે? આ દરમિયાન ‘બીજી સ્ત્રી ગુસ્સાથી ટેબલ પર મૂકેલી અનેક પુસ્તકો અને સામાન નીચે ફેંકવા માંડે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, આ મહિલા અન્ય ઘણા લોકોને જાણકારી આપે છે અને દાવો કરે છે કે આ વ્યક્તિ ઓફિસમાં ઘણી મહિલાઓને આવા મેસેજ મોકલીને હેરાન કરે છે. 14 મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ આખી ઘટના વિશે જાણ્યા પછી, લોકો મહિલાની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. કારણ કે, તેણે પોતાની અને ઓફિસની મહિલાઓ માટે પણ અવાજ ઉઠાવ્યો. મળતી માહિતી અનુસાર આ ઘટના ચીનની છે. જેનો વિડીયો પણ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.