જેમ જેમ સમય ફરી રહ્યો છે, તેમ તેમ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં પણ લોકો બદલાવ લાવવા લાગ્યા છે. જેમ કે, લગ્નમાં પહેલા દુલ્હા-દુલ્હન સાત ફેરા ફરતા હતા પરંતુ હવે ચાર ફેરા જ ફરે છે. આવી તો અનેક પરંપરાઓ છે જે સમય પસાર થતા થતા બદલાવા લાગી છે. હવે તો ભારતીય લોકો વિદેશી સંસ્કૃતિ અનુસરવા લાગ્યા છે. જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
લગ્ન સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા અનેક વખત વાયરલ થતા હોય છે. જયારે કેટલીક વખત તે વિડીયો હેડલાઇન્સ બની જતા હોય છે. વિડીયોમાં લગ્ન દરમિયાન કેમેરામાં કેદ થયેલી અલગ અલગ પળો જોવા મળે છે. ક્યારેક વર-કન્યા ડાન્સ કરતા હોય છે તો ક્યારેક પોતાની રોમેન્ટિક સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લેતા હોય છે. તો ક્યારેક જાનેયા તેમની ફની સ્ટાઇલ અને નાગિન ડાન્સ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતા હોય છે. હવે ફરીથી લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે જે વિડીયોમાં વર-કન્યા મંડપમાં જ એકબીજાને કિસ કરી રહ્યા છે.
View this post on Instagram
લગ્નનો વાયરલ થયેલ આ વીડિયોમાં તમે જોશો કે વર-કન્યા મંડપમાં લગ્નની રસ્મો કરી રહ્યા છે. તે દરમિયાન, પંડિતજી વરને મંગલસૂત્ર પહેરાવવાનું કહે છે. વરરાજા કન્યાના ગળામાં મંગળસૂત્ર પહેરતાની સાથે જ અચાનક રોમેન્ટિક થઇ જાય છે. આટલા બધા લોકો વચ્ચે દુલ્હન દુલ્હાને કિસ કરે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
વર-કન્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વર-કન્યાનો આ વીડિયો લોકો ખુબ પંસદ કરી રહ્યા છે, સાથોસાથ પોતાની પોઝીટીવ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વિડીયો witty_wedding નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો પર નેટીઝન્સ પણ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.