લગનમાં કપલે એવું તો શું કર્યું કે, સોશીયલ મીડિયા પર ધડાધડ વાયરલ થયો વિડીયો- જોનારા લોકો દંગ રહી ગયા

Published on: 11:50 am, Mon, 4 October 21

લગ્ન (marriage) કોઈપણ વ્યક્તિ માટે એક ખુબસુંદર અનુભવ (Experience) હોય છે. મોટાભાગના લોકો આ ક્ષણને હંમેશા યાદગાર બનાવવા માટેનાં પ્રયાસ (Try) કરતા હોય છે. આવા સમયમાં પાકિસ્તાન (pakistan) માં લગ્ન (marriage ) નો એક વીડિયો સોશિયલ મીડિયા (social media) પર ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં દુલ્હો પોતાની દુલ્હનને કોઈ ફેન્સી કાર કે ડોલીમાં નહીં પણ જેસીબીમાં લઈ ગયો હતો.

જ્યારે રોડ પર દુલ્હા તથા દુલ્હનને જેસીબી પર ઊભા રહીને જતાં જોયા તો લોકો જોતા જ રહી ગયા હતા તેમજ આ અનોખા લગ્નના તમામ લોકોએ પેટભર વખાણ કર્યા હતા.  જેસીબી એકદમ સણગાર્યું હતું. જેના પર લાઈટથી રોશની કરવામાં આવી હતી. જેસીબીની આજુબાજુ લોકો ડાન્સ કરી રહ્યા છે.

બંને નીચે ઉતર્યા ત્યારે મહેમાન આતિશબાજી કરવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે શેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં અનોખા લગ્નનો વીડિયો વાયરલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આવા કેટલાક અજીબોગરીબ લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.

અહીં નોંધનીય છે કે, હાલમાં જ આસામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરયલ થઈ રહ્યો છે. આ વીડિયો એક એટીએમ સુરક્ષા કર્મચારીનો હતો કે, જેની સર્વિસ ગનમાંથી 500 રૂપિયાના બંડલો નીકળ્યા હતા. જોકે, વાયરલ વીડિયો અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

આસામમાં આવેલ ડિબ્રુગઢ જિલ્લામાં આ વાયરલ વીડિયોમાં 500 રૂપિયાની નોટોના બંડલો બંદૂકના બેરલમાં છૂપાવેલ જોવા મળ્યા હતા. આ વીડિયોમાં જોવા મળે છે એ પ્રમાણે કર્મચારીની સર્વિસ ગનના નાળચામાંથી અધિકારીઓ 500 રૂપિયાની નોટોના બંડલો કાઢે છે

તપાસ કરતા એટીએમમાં પણ 500 રૂપિયાના બંડલો અને થેલો મળી આવે છે.જો કે, આ વીડિયો અંગે વધુ મળતી માહિતી મુજબ એક કંપનીને એટીએમ રિફિલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, ટ્રાન્જેક્શનમાં વિસંગતતાઓ જોવા મળતાં શરુઆતમાં સત્તાધીશો ઉપર શંકા ગઈ હતી પરંતુ તપાસ કરતા આ ઘટનામાં સુરક્ષા કર્મચારીનો હાથ નીકળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.