લગ્નના પહેલા જ દિવસે બેડ ઉપર એવું તો શું થયું કે, 18 વર્ષીય યુવતીનું નીપજ્યું મોત

લગ્ન પછી વરરાજાના જીવનની પહેલી રાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ બ્રાઝિલમાં નવા પરિણીત દંપતી સાથે જે થયું, તેઓએ કલ્પના પણ નહીં કરી હોય. ખાનગી રિપોર્ટ અનુસાર, લગ્ન પછી બંને ખૂબ ખુશ હતા, પરંતુ વૈવાહિક જીવન શરૂ થતાં પહેલાં જ તેમની દુનિયા બરબાદ થઈ ગઈ હતી. પત્નીના મોતથી પતિને ભારે દુ:ખ થયું છે.

બ્રાઝિલના શહેર ઇબીરાઇટનો આ કિસ્સો છે. 18 વર્ષની યુવતીના લગ્ન ધૂમધામથી 29 વર્ષના યુવાન સાથે તેના ઘર નજીક આવેલા ફાર્મ હાઉસ પર થયા હતા. લગ્ન પછી ન્યુ મેરીડ કપલ ખુશ હતા, પરંતુ આ ખુશી થોડોક ટાઇમ જ હતી.

પોલીસના જણાવ્યા મુજબ, લગ્ન પછીની પહેલી રાતે સેક્સ દરમિયાન યુવતીની તબિયત અચાનક બગડી હતી. પતિને કંઈક સમજાય ત્યાં સુધી તે જમીન પર પડી ગઈ. આ જોઈને પતિ પરેશાન થઈ ગયો, તેણે તરત જ પડોશીઓને મદદ માટે બોલાવ્યા. પત્નીને હોસ્પિટલમાં લઈ જવા માટે ટેક્સી લાવવાનું કહ્યું.

પતિએ કહ્યું કે, ટેક્સી ડ્રાઇવરે હોસ્પિટલમાં જવાની ના પાડી, ત્યારબાદ બીજા ટેક્સી ડ્રાઈવરને બોલાવાયો, પરંતુ તેણે પણ મદદ કરવાનો ઇનકાર કરી દીધો અને આપતકાલીન સેવાને બોલાવીયા.

જ્યારે પેરામેડિક્સ સ્ટાફ તેના ઘરે પહોંચ્યો ત્યારે મહિલા શ્વાસ લઈ રહી હતી. પેરામેડિક્સના સ્ટાફે મહિલાને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી જેને કારણે પુષ્ટિ કરી કે તેને હાર્ટ એટેક આવ્યો છે.

મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ તે રસ્તામાં જ મૃત્યુ પામી હતી. પતિનો દાવો છે કે, એમ્બ્યુલન્સ આવવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો અને આ કારણે તેની પત્નીનું મોત થયું હતું. તે જ સમયે આપતકાલીન સેવા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પ્રથમ એમ્બ્યુલન્સ રદ થઇ ગઈ હતી અને બીજી 21 મિનિટની અંદર આવી ગઈ હતી.

મૃત્યુ પછી મહિલાના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે, તેને બ્રોન્કાઇટિસ નામનો રોગ છે. પોલીસે જણાવ્યું કે, દુલ્હનના શરીર પર કોઈ પણ પ્રકારની હિંસાના નિશાન નથી. પોલીસ તેના મોતને અકસ્માત ગણાવી રહી છે.

પડોશીઓએ પોલીસને એમ પણ કહ્યું હતું કે, તેઓએ મહિલાના મોત પહેલા કોઈ પણ પ્રકારની ચીસો કે અવાજ સાંભળ્યો નથી. પતિ કહે છે કે, તે વિશ્વાસ કરી શકતો નથી કે પત્ની આ રીતે ચાલી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *