સાળી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમને કોર્ટે ફટકારી સજા- જાણો વિગતવાર

હાલમાં કોરોના મહામારીની સાથે જ સમગ્ર રાજ્યમાંથી સ્ત્રીઓની સાથે થતાં માનસિક તેમજ શારીરિક અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.સગીર વયની સાળીની સાથે દુષ્કર્મ આચરીને કુલ 5 મહિનાની ગર્ભવતી બનાવનાર બનેવીને અદાલતે તકસીરવાર ઠેરવી કુલ 20 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.

સાળીની સાથે દુષ્કર્મ કર્યાં પછી પર્દાફાશ થઈ જતાં ‘મારે જે કરવાનું હતું એ કરી લીધું, હવે તમારાથી જે થાય એ કરી લ્યો…’ આવું કહીને જમાઇએ ઉદ્ધત વર્તન કરીને સાસરિયાંને ઘણીવાર ધમકી પણ આપી હતી. ચોરી ઉપરથી સિનાજોરી કરનાર જમાઇને પાઠ ભણાવવાં સાસુએ જ એની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુનો નોધાયા બાદ માત્ર 1 જ વર્ષનાં ટૂંકા સમયગાળામાં જ કોર્ટે ટ્રાયલ પૂર્ણ કરીને ભોગ બનનાર પરિવારની કુલ 2 દીકરીની જિંદગી બરબાદ કરનાર આરોપીને સજા પણ ફટકારવામાં આવી હતી.મૂળ બિહારમાં આવેલ ભાગલપુર જિલ્લાનાં વતની ડબલુસિંગે  સુરત શહેરમાં આવેલ પનાસ ગામ ખાતે રહેતી એની સાસુએ જ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આરોપી ડબલુસિંગ ભોગ બનનાર પરિવારની મોટી દીકરીની સાથે પ્રેમલગ્ન પણ કર્યા હતાં. લગ્ન કર્યાં પછી એની સાસરામાં નિયમિત અવરજવર પણ રહેતી હતી. પત્નીની સાથે ઘણીવાર સાસરે આવતાં આરોપી ડબલુસિંગની નિયત એની સગીર વયની સાળી ઉપર બગડી ગઈ હતી.

આ દરમિયાન 12 ડીસેમ્બર વર્ષ 2018 નાં રોજ ડબલુસિંગ એનાં સાસરે ગયો હતો. ઘરનાં મોભીઓ ત્યાં હાજર ન હતાં. ઘરે એનાં નાના સાળા તેમજ માત્ર 14 વર્ષની સાળી જ હાજર હતી. પરિવારનાં મોભી સભ્યોની ગેરહાજરીની વચ્ચે સાળીને જોઇને એનાં મનમાં વાસનાનો કીડો સળગી ઊઠયો હતો.

આની સાથે સાળાને પણ ઘરની બહાર વસ્તુ લેવાં માટે મોકલીને સાળીને લીબું શરબત બનાવવાં માટેનું જણાવ્યું હતું. સાળીની નજર ન પડે એવી રીતે લીંબુ શરબતમાં એણે ઘેન આવે એવો પદાર્થ ભેળવી દીધો હતો. આ શરબત એણે પોતાની જ સાળીને પીવડાવીને બેભાન કરીને તેની પર દુષ્કર્મ પણ આચર્યું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં માત્ર ધોરણ 8માં અભ્યાસ કરી રહેલ પીડિતા જ્યારે ભાનમાં આવી ત્યારે એ એની સ્તિથી જોઇને હોંશકોંશ ગુમાવી બેઠી હતી. બનેવી દ્વારા જ એની પર દુષ્કર્મ કર્યું હોવાનું જાણીને સૂનમૂન જ થઇ ગઇ હતી.

થોડા દિવસો પછી સગીરાનાં સ્વભાવમાં અચાનક જ બદલાવ પણ આવી ગયો હતો. આ બાબતે ઘણી ચિંતિત થયેલ એની માતાએ પીડિતાને પૂછપરછ કરતાં જ વાસનાલોલુપ જમાઇનો પર્દાફાશ પણ થઈ ગયો હતો. અચાનક જ પીડિતાને ઊલટી પણ શરૂ થઇ ગર હતી તેમજ એને થોડોઘણો તાવ પણ આવ્યો હતો.

જેની સારવાર કરવાં માટે તેને સ્મીમેર હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવી હતી. અહીં સોનોગ્રાફી કરતી વખતે પીડિતાને કુલ 5 મહિનાનો ગર્ભ હોવાંની સચ્ચાઈ પણ બહાર આવી ગઈ હતી. જમાઇએ જ સગીર વયની સાળીની સાથે દુષ્કર્મ આચર્યું હોય પરિવારની ઈજ્જત દાવ પર લાગી ગઈ હતી.

આ અંગે જમાઇને ઠપકો આપતાં રાક્ષક એવાં આરોપી ડબલુસિંગ સુરેન્દ્રસિંગે એનાં સસરાને પણ ફોન પર ‘મારે જે કરવાનું હતું એ કરી લીધું છે, હવે તમારાથી જે થાય એ કરી લ્યો…’ આવી ધમકી પણ આપી હતી. આની સાથે જ જમાઇને પાઠ ભણાવવાં માટે ડબલુસિંગની સાસુએ જ એની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોધવામાં આવી હતી.

આ કેસ અદાલતમાં પણ ચાલ્યો ગયો હતો. સરકારનાં પક્ષે APP કિશોર રેવલીયાની દલીલો કોર્ટે ગ્રાહ્ય પણ રાખી હતી. આની સાથે જ શેતાની કૃત્ય કરનાર આરોપી ડબલુસિંગને આરોપી જાહેર કરીને કુલ 20 વર્ષની સખત કેદની સજાનો ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *