અમદાવાદ શહેરમાંથી સમાચાર સામે આવ્યા છે કે, ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થતા બે માળનું આખું ઘર ધરાસાઈ થયું હતું અને આ ઘટનામાં મેં મહિલાના કરુણ મોત થયા હતા અને ચાર ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી સોસાયટીમાં આજે વહેલી સવારે આ ઘટના બની હતી. નેમિનાથ નામની સોસાયટીમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી આવી છે. ઘટના અનુસાર ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી અને બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, બે માળનું આખું મકાન ગણતરીની મીનીટમાં ધરાસાઈ થયું હતું. આ ઘટનામાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે અને ચાર લોકોને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણો કેવી રીતે થયો બ્લાસ્ટ?
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ચા બનાવવા માટે ગેસ ચાલુ કર્યો હતો અને ત્યારબાદ બ્લાસ્ટ થતા આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોચવા તાત્કાલિક રવાના થઇ હતી અને સાથોસાથ રેસ્ક્યુ કામગીરી પણ શરુ કરી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર, આખી રાત ગેસ લીકેજ થયો હતો તેવું અમને જાણવા મળ્યું છે અને બે માળના આ મકાનમાં ગેસનો બાટલો આખી રાત લીકેજ થયો હોય અને જયારે સવારે ચા બનાવવા અથવા કોઈ અન્ય કારણોસર ગેસ ચાલુ કરતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. બે માળના આ મકાનમાં મકાનમાલિક અને ભાડુઆત રહેતા હતા.
આ ઘટનાને કારણે બે માસુમ મહિલાએ જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલ મહિલાના નામ પણ સામે આવ્યા છે. એક મહિલાનું નામ નુતનબેન રસિકભાઈ પંચાલ હતું જેમની ઉંમર 55 વર્ષ હતી. અને બીજી મહિલાનું નામ ભાવનાબેન પટેલ હતું જેઓની ઉમંર પણ 55 વર્ષ હતી. સાથે-સાથે આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. મયુર પંચાલ, આશિષ પટેલ, વિષ્ણુ પટેલ અને ઈચ્છાબેન પટેલ સહિતના ચાર લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા અને દરેકને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.