‘મમ્મી તું કઠણ રહેજે, હું ભગવાનના ધામમાં જાવ છું’ કહી સુરતમાં CAનું ભણતા વિદ્યાર્થીએ જીવન ટુકાવ્યું

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જયારે સુરત(Surat) શહેરમાં પણ આપઘાત(Suicide)ના બનાવો સતત સામે આવતા રહે છે. આ દરમિયાન, વધુ એક વિધાર્થી(Student)એ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. કતારગામ(Katargam)માં રહેતા સીએના વિદ્યાર્થીએ ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું,’ એવું સુસાઈડ નોટ(Suicide note)માં લખીને ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સીએ(CA)ના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટે આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ જામનગર જિલ્લાના નવાગામના વતની અને હાલ કતારગામ ગજેરા સર્કલ પાછળ ધનરાજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર અકબરી શણમાં દવાની દુકાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે પૈકી 23 વર્ષીય પુત્ર દીપ સીએના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. સોમવારે સાંજે દીપે પોતાના ઘરે પંખા પર શાલ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. દીપની એક મહિના પહેલાં જ સગાઇ થઇ હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, આ પગલુ ભરવા પાછળ મારું મગજ અને વિચાર છે. આ પગલા માટે હું જવાબદાર છું, મમ્મી તું મજબૂત થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું અને મંગેતર માટે લખ્યું કે, તું સારી રીતે જીવન જીવજે. હું હંમેશાં તારી સાથે જ છું.’ હાલ તો કતારગામ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈને સુસાઇડ નોટ કબ્જે કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ, આપઘાત કરવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *