નાગરિકતા સંશોધન કાયદા(સીએએ)ને લઇને આખા દેશમાં પ્રદર્શન થઇ રહ્યાં છે. આ બાબતે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ એક વખત ફરીથી નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં સત્યા નડેલાએ શર્ણાર્થીઓને લઇને ઘણી બધી વાતો કરી. તેમનું માનવું છે કે, વિદેશી શર્ણાર્થીઓને તક મળવા પર ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થાને ફાયદો થશે.
Statement from Satya Nadella, CEO, Microsoft pic.twitter.com/lzsqAUHu3I
— Microsoft India and South Asia (@MicrosoftIndia) January 13, 2020
સત્યા નડેલાની તરફથી રજૂ કરવામાં નિવેદનમાં કહેવામાં આવ્યું, દરેક દેશને પોતાની સીમાઓને પરિભાષિત કરવી જોઇએ અને રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કરવી જોઈએ, જે હેઠળ શર્ણાર્થીઓની નીતિ નિર્ધારિત કરવી જોઈએ. લોકતંત્રમાં આ એક એવી ચીજ છે જેના પર જનતા અને તત્કાલીન સરકાર ચર્ચા કરશે અને પોતાની સીમાઓની અંદર વ્યાખ્યાયિત કરશે.
નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ને લઇને આખા દેશમાં પ્રદર્શન થઇ રહ્યાં છે. આ બાબતે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ એક વખત ફરીથી નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં સત્યા નડેલાએ શર્ણાર્થીઓને લઇને ઘણી બધી વાતો કરી. તેમનું માનવું છે કે,શર્ણાર્થીઓને તક મળવા પર ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થાને ફાયદો મળશે.
સત્યા નડેલાની તરફથી રજૂ કરવામાં નિવેદનમાં કહેવામાં આવ્યું, દરેક દેશને પોતાની સીમાઓને પરિભાષિત કરવી જોઇએ અને રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કરવી જોઈએ, જે હેઠળ શર્ણાર્થીઓની નીતિ નિર્ધારિત કરવી જોઈએ. લોકતંત્રમાં આ એક એવી ચીજ છે જેના પર જનતા અને તત્કાલીન સરકાર ચર્ચા કરશે અને પોતાની સીમાઓની અંદર વ્યાખ્યાયિત કરશે.
અગાઉ સત્યા નડેલાએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, મને લાગે છે કે, જે થઈ રહ્યું છે તે દુ:ખદ છે. તે ખરાબ છે. હું એક એવા બાંગ્લાદેશી પ્રવાસીને જોવાનું પસંદ કરીશ જે ભારત આવે છે અને ઈન્ફોસિસનો આગામી સીઈઓ બને છે. આ આકાંક્ષા હોવી જોઈએ. અમેરિકામાં મારા સાથે શું થતું, મને આશા છે કે, ભારતમાં પણ આવું જ થતું.