કોરોના મહામારીમાં તમામ લોકોને જાગૃત કરવા માટે સરકાર દ્વારા કોલર ટ્યુન બહાર પાડવામાં આવી છે. છેલ્લા 6 માસથી કોરોનાની કોલર ટ્યુનને લીધે ઘણા લોકો પરેશાન થઈ ચૂક્યા છે. એકનો એક અવાજ સાંભળીને કંટાળેલ લોકો માટે હજુ કોરોના કોલર ટ્યુનથી મુક્તિ મળશે નહીં.
હવે કોરોના કોલર ટ્યુનમાં મહિલા જસલીન ભલ્લાની જગ્યાએ હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળશે. જો કે, અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલર ટ્યુન હજુ થોડા નંબર પર સાંભળવા મળતી નથી પરંતુ હવે ટૂંક સમયમાં જ બિગ-બીના ભારે તથા દમદાર અવાજમાં કોરોનાની કોલર ટ્યુન સાંભળવા મળશે.
અંદાજે 6 મહિના પછી કોરોનાની કોલર ટ્યુન બદલી દેવામાં આવી છે. અત્યાર સુધી તમે જસલીન ભલ્લાના અવાજમાં કોરોના કોલર ટ્યુન સાંભળતા આવ્યા છો પરંતુ હવે આ જવાબદારી કોરોનાને માત આપનાર અમિતાભ બચ્ચનને આપવામાં આવી છે.
આટલું જ નહીં પણ હવે કોરોના કોલર ટ્યુનમાં સંભળાતા મેસેજને પણ બદલી દેવામાં આવ્યો છે. હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાને લઈ લોકોને જાગૃત કરશે. અમિતાભ બચ્ચનના અવાજમાં નવી કોલર ટ્યુનમાં આ મેસેજ સંભળાશે- “નમસ્કાર, આજે સમગ્ર કોવિડ 19ની મહામારીનો સામનો કરી રહ્યું છે.
કોવિડ 19 હજુ પૂર્ણ થયો નથી, એવામાં આપણી ફરજ બને છે કે, આપણે સતર્ક રહીએ. એટલે કે, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં. કોરોનાથી બચવા માટે જરૂરી છે કે, નિયમિત રીતે હાથ ધોવા, માસ્ક પહેરવું તથા સામાજિક અંતર જાળવી રાખવું. યાદ રાખો, બે ગજનું અંતર, માસ્ક છે જરૂરી. ખાંસી, તાવ અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડે તો હેલ્પલાઈન 1075 પર સંપર્ક કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle