સુરતમાં મધરાત્રે પુરપાટ ઝડપે આવી રહેલ કાર રોડ સાઈડની ગ્રિલ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ સુરત શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આવેલ ગોડાદરા વિસ્તારમાં આવેલ રાજ ટેક્ષટાઈલ માર્કેટ પાસે પૂરપાટ દોડતી કાર પલટી મારતા જોરદાર અકસ્માત સર્જાયો હતો.

કાર ધડાકાભેર રોડ સાઈડની ગ્રિલ સાથે અથડાયા પછી પલટી મારી ગઈ હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. ફક્ત આટલું જ નહીં પરંતુ રાત્રિ કર્ફ્યુ હોવાને કારણે મોટી ઘટના થતા બચી ગઈ હતી. આમ, આ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી.

ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાની ચર્ચા:
સ્થાનિક લોકો જણાવે છે કે, ઘટના બનવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી પરંતુ અકસ્માત સર્જાયા પછી કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારપછી ગોડાદરા પોલીસને જાણ કરતા તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતો હોવાની ચર્ચાઓ બહાર આવતા પોલીસ દ્વારા આગળની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એક મહિના અગાઉ ટેમ્પો પલટી મારતા યુવકનું મોત થયું હતું:
એક મહિના અગાઉ કડોદરા નજીક ગોડાદરાથી કડોદરા આવી રહેલ એક થ્રી વ્હીલર ટેમ્પો નંબર GJ-05-CT-5989ના ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પૂરઝડપે હંકાર્યો હતો. આ દરમિયાન તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતાં ટેમ્પો ડિવાઇડર પર ચઢી ગયો હતો.

ત્યારબાદ ટેમ્પો પલ્ટી મારતા રોડ ઉપર ચાલતા રાહદારી દિલીપભાઇ રાજારામ આહિર આ ટેમ્પા નીચે દબાઈ હયો હતો. જેને કારણે તેમને શરીરે ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો કે, જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *