હરિયાણા(Haryana)ના ફરીદાબાદ(Faridabad) સેક્ટર 16 QRG હોસ્પિટલની સામે, સ્ટેરીંગ પરથી સંતુલન ગુમાવવાને કારણે એક કાર પલટી મારી જતા અકસ્માત(Accident) સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલકનું દર્દનાક મોત થયું હતું અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતક લુધિયાણાથી ફરીદાબાદ તેના સાસરિયાના ઘરે કરવા ચોથની ઉજવણી કરવા આવ્યો હતો. ઉપવાસ તોડ્યા બાદ તે તેના સાળાને સાથે લઈને જૂના ફરીદાબાદ ચોકમાં ચા પીવા ગયો હતો. પરત ફરતી વખતે એક અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. જયારે હાલમાં ઘાયલ યુવકની સારવાર ચાલી રહી છે.
તપાસ અધિકારી એએસઆઈ નાસિર ખાને જણાવ્યું કે, મૃતકની ઓળખ શશિકાંત(36) તરીકે થઈ છે જે ચંદ્રપુર નગર, લુધિયાણા, પંજાબનો રહેવાસી છે. જૂના ફરીદાબાદ બેન્ડ માર્કેટ પાસે તેણીનું સાસરૂ ઘર છે. હાલમાં તેની પત્ની તેના પોતાના ઘરે આવી હતી. તે પંજાબથી ફરીદાબાદ સાસરીવાળા ઘરે કરવા ચોથના તહેવારની ઉજવણી કરવા આવ્યો હતો.
ઉપવાસ તોડ્યા બાદ રાત્રે લગભગ એક વાગ્યે તે તેના સાળા રોહિત સાથે જૂના ફરીદાબાદ ચોકમાં ચા પીવા આવ્યો હતો. બંને સ્વિફ્ટ કારમાં હતા. કાર મૃતક શશિકાંત ચલાવી રહ્યો હતો. પરત ફરતી વખતે ક્યુઆરજી હોસ્પિટલ સામેથી પસાર થતી વખતે અચાનક કારની સામે એક કૂતરો આવી ગયો. તેને બચાવવા જતા વાહને તેનું સંતુલન ગુમાવ્યું હતું અને ડિવાઈડર સાથે અથડાયું હતું.
આ અકસ્માતમાં કૂતરું પણ મૃત્યુ પામ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી મારી ગઈ હતી. કોઈક રીતે હોસ્પિટલની આસપાસ કાર ઉભી રાખનારા કેટલાક લોકોએ બંનેને કારમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરોએ શશિકાંતને મૃત જાહેર કર્યો અને જયારે રોહિતની સારવાર ચાલી રહી છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ સંબંધીઓને સોપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.