કચ્છ(ગુજરાત): આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરીને હુમલો કરતા હોય છે. આ દરમિયાન, કચ્છના ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે સરપંચ પર હુમલાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ગામના સરપંચ એક્ટિવા લઈને આવી રહ્યા હતા ત્યારે ગામના જ રહેવાસી અને પંચાયતના સદસ્યએ ધોકાથી તેમના પર હુમલો કર્યો હતો. ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા લાઇવ વીડિયો વાયરલ થયો હતો. હુમલાની ઘટનાના પગલે સરપંચ ઘાયલ થતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભુજ તાલુકામાં કોટડા ચકાર ગામ આવેલું છે. અહીં શનિવારે સરપંચ નારશી ભાઈ પર હુમલાની ઘટના સામે આવી હતી. સરપંચ પર ગામના જ મંદિર ચોકમાં ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ધોકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટના સ્થળ પર હાજર અન્ય એક શખ્સે હુમલો કરનારને પકડી લીધો હતો. ત્યારબાદ લોકોનો ટોળું ભેગું થઈ ગયું હતું. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા આ ઘટનાના સીસીટીવી વીડિયો વાયરલ થતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.
હુમલામાં સપરંચના પગમાં ઈજા થઈ હતી. મારનાર શખ્સે કોઈ બાબતના મનદુ:ખમાં સરપંચ પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. જોકે, ઘટના બાદ સરપંચને પગમાં ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે ભુજની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કચ્છના આ ધીંગાણાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે.
મળતી માહિતી મુજબ, સરપંચ પરના હીચકારા હુમલાની ઘટના અંગે પધ્ધર પોલીસ સ્ટેશનમાં સરપંચ દ્વારા એમએલસી નોંધાવવામાં આવી છે. જોકે, હુમલા પાછળનું કારણ શું છે તે હજુ સામે આવ્યું નથી. ઉપરાંત, આ ઘટના અદાવતમાં ઘટી હોવાની આશંકાઓ છે. જોકે, જે ગામમાં ગામનો પ્રથમ નાગરિક જ સુરક્ષિત ન હોય ત્યાં અન્ય વ્યક્તિઓની સુરક્ષાની જવાબદારી કોની એવા સવાલ પણ ઉભા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.