કોરોના વચ્ચે વધુ એક વાયરસનો પ્રકોપ જેનાથી 400 લોકો સંક્રમિત, જાણો તેના લક્ષણો

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીના કારણે ઝ્ઝુમું રહ્યું છે. તેની વચ્ચે નવો એક વાઈરસ ફેલાયો હોવાની વાત સામે આવી છે. જેના કારણે સ્વાસ્થ્ય એજન્સીઓની ચિંતા હવે વધારે એક નવા બેક્ટેરિયાએ વધારી છે. હવે સૈલ્મોનેલા નામનો એક નવો બેક્ટેરિયા ફેલાઈ રહ્યો છે. આ બેક્ટેરિયા ડુંગળીના કારણે ફેલાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમેરિકામાં આ બેક્ટેરિયાથી 34 રાજ્યોના 400 લોકો સંક્રમિત થયા છે. કેનેડામાં પણ 50થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ મહામારીને જોતાં ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC )એ તેના લક્ષણો જાહેર કરવાની સાથે જ એલર્ટ પણ જાહેર કર્યું છે.

આ નવા વાઈરસના કેસ અમેરિકા અને કેનેડામાંથી સામે આવ્યા છે. અમેરિકામાં લાલ અને પીળી ડુંગળીથી સૈલમોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાવવાથી અનેક કેસ સામે આવ્યા છે. અહીં 34 રાજ્યોમાં 400થી વધારે લોકો આ બેક્ટેરિયાથી સંક્રમિત છે. ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનએ થોમસન ઈન્ટરનેશનલ કંપની દ્વારા આવી રહેલી ડુંગળીને ન ખાવાના આદેશ આપ્યા છે. જે ઘરમાં પહેલાંથી આ ડુંગળી છે તેનો ઉપયોગ ન કરીને તેને ફેંકી દેવાની સલાહ આપવામાં આવી રહી છે.

હાલમાં બેક્ટેરિયાથી પ્રભાવિત 60 લોકો હોસ્પિટલમાં દાખલ

કેનેડાની એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કેનેડામાં પણ સૈલમોનેલા બેક્ટેરિયાના સંક્રમણનો ખતરો સામે આવી રહ્યો છે. આ બેક્ટેરિયાથી સંક્રમિત થવાના કારણે 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડુંગળીથી ફેલાયેલું સંક્રમણ આ લોકોની વચ્ચે મુશ્કેલી વધારી રહ્યું છે. જેના કારણે સરકાર દ્વારા ઘરમાં પહેલાંથી આ ડુંગળી છે તેનો ઉપયોગ ન કરીને તેને ફેંકી દેવાની સલાહ આપવામાં આવી રહી છે.

કેનેડા ઉપરાંત અમેરિકામાં પણ સૈલ્મોનેલા વાઈરસના કેસ જોવા મળી રહ્યા છે.  અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, 34 અમેરિકી રાજ્યોમાં સૈલમોનેલાનું સંક્રમણ લાલ ડુંગળી સાથે જોડાયેલું છે. ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા અનુસાર, 19 જૂનથી 11 જુલાઈની વચ્ચે શરૂઆતના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદથી આ વાઈરસનો પ્રકોપ વધતો ગયો છે. મળતી માહિતી અનુસાર, સપ્લાયર એજન્સી થોમસન ઈન્ટરનેશનલ લાલ, સફેદ, પીળી ડુંગળી પાછી મંગાવી કરહ્યું છે.

સૈલ્માન્ય બેક્ટેરિયાના લક્ષણો:

સીડીસીના આધારે આ બેક્ટેરિયાના સંક્રમણમાં આવ્યા બાદ ડાયરિયા, તાવ અને પેટની સમસ્યાઓ જોવા મળે છે.

સંક્રમણના 6 કલાકથી લઈને 6 દિવસ સુધી આ લક્ષણો જોવા મળે છે.

સૈલ્માન્ય બેક્ટેરિયાનું સંક્રમણમ ગંભીર બનતાં તે આંતરડાને નુકસાન કરે છે.

સંક્રમણથી વધુમાં વધુ 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો અને 65 વર્ષની વ્યક્તિઓમાં પ્રભાવ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *