અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને લેટ યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા ભારત પાકિસ્તાન બોર્ડર પરના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી

સુરત(Surat): અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ(Ami Charitable Seva Trust) અને મરહુમ યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ(Marhum Yunus Orawala Trust) આયોજીત દેશના જવાનોને કચ્છ બોર્ડર(Kutch Border) ખાતે જઇ જુદી જુદી પાંચ સુરક્ષા જવાનોની બટાલીયનના જવાનો(Battalion personnel)ની રક્ષા કાજે રાખડી બાંધી એક ગર્વની લાગણી અનુભવી હતી. 1000 થી વધુ જવાનોના હાથ પર અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી.

સુરતના ભાજપના મુખ્ય કાર્યાલય પર ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા, નિરંજન જાની, મુકેશ દલાલ તેમજ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પણ હાજર રહ્યા હતા.

અમી ચેરીટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર અમિષા જોગીયા, વિક્રમ જોગીયા, તેમજ હેતલ નાયક અને મરહુમ યુનુસ ઓરાવાલા ટ્રસ્ટ જુનેદ ભાઈ દ્વારા કચ્છ ભુજ ભારત પાકિસ્તાન બોર્ડર પરના જવાનો સાથે રક્ષાની રાખડીનું આયોજન કરવામા આવ્યું હતું. આ આયોજન માં બીજા ટ્રસ્ટ અને સેવાભાવી લોકો દ્વારા ભેટ અને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આપી પોતાનું યોગદાન આપ્યું હતું.

ટ્રસ્ટએ દેશના જવાનો સાથે 2 દિવસ રાખડી સેલિબ્રેશન કરી ખૂબ જ ગર્વ અનુભવ્યો હતો. તેમજ દેશના જવાનો દ્વારા  ટ્રસ્ટના મેમ્બરો માટે પોતાના બટાલિયનમાં બપોરનું જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સુરતથી આ ટ્રસ્ટ કચ્છ ભુજ ના વિઘાકોર્ટ બોર્ડર (ભારત – પાકિસ્તાન બોર્ડર), ધર્મ શાળા, ભેડિયા બેટ, ખરદોઈ બોર્ડર પરના જવાનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો.

આ આયોજન દરમિયાન સુરતના મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200 નાનખટાઈના બોક્સ જવાનો માટે આપ્યા હતા તેમજ બીજા લોકોએ પણ પોતાની રીતે યોગદાન આપીને આ આયોજનને વધુ સુંદર બનાવ્યું હતું. જે પણ લોકોએ સાથ સાથ સહકાર આપ્યો હતો, તે તમામ લોકોનો અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને લેટ યુનુસ ઓરાવાલા ટ્રસ્ટએ આભાર વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *