કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળશે આટલા રૂપિયાનું વળતર- જલ્દી અહીંયા કરી લો અરજી

વારંવાર સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની ફટકાર બાદ કેન્દ્ર સરકારે(Central Government) જવાબ આપતા જણાવ્યું છે કે, દેશમાં કોરોનાથી થયેલા દરેક મોત કેસમાં પરિવારોને 50 હજાર રૂપિયા(50 thousand rupees)નું વળતર(Compensation) ચુકવવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ(State Disaster Relief Fund)માંથી આ વળતરની ચુકવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડે વળતરને લઈને ગાઈડલાઈન બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધી 3.98 લાખ લોકોના કોરોનાથી મૃત્યુ(Corona Death) થયા છે.

સુપ્રીમ કોર્ટે અનેક વાર કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપો:
તારીખ 30 જૂનના રોજ આપવામાં આવેલ આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાને કારણે થતા દરેક લોકોના મૃત્યુ માટે વળતરની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને વળતરની રકમ 6  અઠવાડિયાની અંદર નક્કી કરવા અને રાજ્યોને જાણ કરવા માટે પણ જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, આવી મુશ્કેલીમાં અને પરિસ્થિતિમાં લોકોને વળતર આપવું એ સરકારની વૈધાનિક ફરજ છે. પરંતુ વળતર ચુકવવાની રકમ કેટલી હશે તે નક્કી કરવાનું સુપ્રીમ કોર્ટે સરકાર પર છોડી દીધું હતું. આ પહેલા પણ અનેક વાર સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારો માટે વળતર જાહેર કરવાની કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી.

મૃતકોના પરિવારજનો આવી રીતે કરી શકશે અરજી:
વળતરની પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકારે જણાવતા કહ્યું છે કે, જે પરિવારો કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેને વળતર લેવા માગતા હોય તેઓ સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ દ્વારા જારી નિયત ફોર્મ જેની સાથે મૃત્યુ પ્રમાણપત્રો અને બીજા દસ્તાવેજો જોડીને સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડમાં જમા કરાવવાના રહેશે. મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોનાથી મોત એમ ચોક્કસપણે દર્શાવેલું હોવું જોઈએ. સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ દાવાની ચકાસણી કરીને 30 દિવસની અંદર વળતર ચૂકવી દેવામાં દેશે.

મૃતક કેસના અરજદારોએ દલીલ કરી હતી કે, મૃતક લોકોને હોસ્પિટલમાંથી સીધા સ્મશાનમાં લઈ જવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ કે તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી, કોરોનાથી મૃત્યુ પામ્યા તેવું પ્રમાણપત્ર પણ આપવામાં આવતું નથી. અરજદારોએ વળતર જાહેર કરવાની માગ કરી હતી. જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનું મૃત્યુ પ્રમાણપત્રમાં સ્પષ્ટપણે મૃત્યુનું કારણ લાકેહ્લું હોવું જોઈએ અને સાથે સાથે પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા પણ સરળ બનાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *