હાલમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે. ત્યારે કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલ વધુ પડતાં બિલ અંગેની ઘણી ફરિયાદો મળી રહી છે.
જેને પગલે સરકારે કોરોનાની સારવારના ભાવ પણ નક્કી કર્યા છે. જેમાં ICU એટલે કે ઈન્ટેન્સિવ કેર યુનિટ વગર વોર્ડ માટેનાં પ્રતિદિન કુલ 5,700 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવેલ છે. જ્યારે HDU એટલે કે હાઈ ડિપેન્ડન્સી યુનિટ માટે કુલ 8,075 રૂપિયા ભાવ નક્કી કરેલ છે.
ICUની સુવિધા વિનાના રેટ
હોસ્પિટલ સેવા બેડ દીઠ પ્રતિદિન ચાર્જ
વોર્ડ ૫૭૦૦
HDU ૮,૦૭૫
CUની સુવિધા સાથેના રેટ
હોસ્પિટલ સેવા બેડ દીઠ પ્રતિદિન ચાર્જ
વોર્ડ ૬૦૦૦
HDU ૮૫૦૦
આઈસોલેશન+ICU ૧૪૫૦૦
વેન્તીલેતર+આઈસોલેશન +ICU ૧૯૦૦૦
આ ચાર્જમાં અન્ય કઈ કઈ સુવિધા સામેલ છે
કુલ બે ટાઈમનું ભોજન તથા સવારનો નાસ્તો આપવામાં આવશે. સાંજની ચા તથા નાસ્તો, PPE કીટની કિંમત પણ આપવામાં આવશે. N-95 માસ્ક તથા રૂટિન દવાઓ, રૂમ અને નર્સિંગ ચાર્જનો પણ સમાવેશ થાય છે.
ચાર્જમાં શું શું સામેલ નથી
ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ખર્ચ અને ફ્લાવિપિર ટેબ્લેટનો ખર્ચ દર્દીને જ આપવાનો રહેશે. સેકન્ડરી ટ્રિટમેન્ટ માટે વાપરવામાં આવેલ એન્ટિ બાયોટિક્સનો ખર્ચ પણ દર્દીને જ આપવાનો રહેશે. સ્પેશિયલ ડોક્ટર વિઝિટ તથા લેબોરેટરીનો ચાર્જ પણ દર્દીને જ આપવાનો રહેશે. ડાયાલિસિસ રેટ્સ એટલે, કે ડાયાલિસિસ રેટ કુલ 1,500 રૂપિયા અને 3,500 રૂપિયા ICUના ડાયાલિસિસ માટે દર્દીને જ આપવાનો રહેશે.
આ ઠરાવની જોગવાઈ રાજ્યના જે-તે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ખાનગી હોસ્પિટલની સાથે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી દ્વારા જ MoU કરીને સારવારના ખર્ચને નિયત કરવામાં આવ્યો હશે તો અમલ કરવામાં આવશે નહીં.
રાજ્યની લોકપ્રિય એવી ‘મા’ તથા ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત જે પણ ખાનગી હોસ્પિટલ એમ્પેનલ્ડ એટલે, કે આ યોજના માટે નક્કી થયેલ હોસ્પિટલ કરવામાં આવી છે, તેવી જ હોસ્પિટલમાં યોજનના લાભાર્થી દર્દી તરીકે સારવાર મેળવશે તો તેને આ ઠરાવથી નિયત થયેલ કિંમતે નહીં, પણ યોજના મુજબ નક્કી થયેલ કિંમત લાગુ પડશે.
હેલ્થ સેકરેટરી ડૉ. જયંતિ રવી એ જણાવતાં કહ્યું હતું કે, જિલ્લા સ્તરે અત્યાર સુધીમાં રેટની અપર કેપ નક્કી ન હતી તથા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારનો વિકલ્પ મળે એ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર તથ સુરત શહેરમાં અગાઉથી જ અપર કેપ રેટ નિયત કરેલા છે.
હવે આ રેટ બીજાં જિલ્લાઓને પણ લાગુ પડશે.આ ઠરાવનો ચુસ્ત તથા અચૂકપણે પાલન થાય તે માટે સંબંધિત જિલ્લા, કોર્પોરેશનના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ પણ કરવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP