એક તરફ આખો દેશ કોરોના સામે ઘરે બેઠા લડી રહ્યો છે, અને બોલીવુડના દરેક એકટરો ઘરે બેઠા બેઠા ટાઇમપાસ કરી રહ્યા છે, ત્યારે બોલીવુડનો મોટા વિલનનું પાત્ર ભજવનાર સોનું સુદ હજારો શ્રમિકો પરિવારને વતન પાછા મોકલવા દિન-રાત મહનત કરી રહ્યો છે. ફિલ્મ જગતમાં વિલનનું પાત્ર ભજવી, તેની સાચી દુનિયામાં બોલીવુડના દરેક એકટરો કરતા સારું કામ કરી રહ્યો છે, આવા કપરા સમયમાં કોઈ સુપરહીરો કે ખેલાડી મદદે નથી આવી શક્યો પણ ફિલ્મોમાં વિલન ગણાતો આ વ્યક્તિ આજે કરોડો ભારતીયોનો સિતારો બની ચુક્યો છે.
સોનું સુદ જણાવતા કહે છે કે, “15 મે આસપાસની વાત છે. હું પ્રવાસીઓને ઢાળેમાં ફળ અને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ પગપાળા જ કર્ણાટક અને બિહાર જતા હોવાની વાત કરી. આ સાંભળી હું પોતે ચોંક્યો કે આ લોકો બાળકો અને વડીલો સાથે પગપાળા કેવી રીતે જશે? મે તેઓને કહ્યું કે, તમે 2 દિવસ રોકાઈ જાવ હું તમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપીશ.”
આ રીતે ફિલ્મ એક્ટર અને પ્રોડ્યૂસર ગણાતા સોનુ સૂદે પ્રવાસીઓને ઘરે મોકલવાની કામગીરી શરૂ કરી. 2 દિવસ સોનુએ કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્રમાં પોલીસની મંજૂરી લીધી અને પ્રથમવારમાં 350 લોકોને યુપી તેમના વતન પાછા મોકલ્યા. સોનુએ જણાવાત કહ્યું કે, “હું કામ કરતો ગયો અને સંખ્યા વધતી રહી.
અગાઉ આ માટે 10 કલાક કામ કરતો હતો. હવે 20 કલાક કામ કરું છું. સવારે 6 વાગ્યાથી મારો ફોન વાગવા લાગે છે. મારો સંપૂર્ણ સ્ટાફ, મિત્ર નીતિ ગોયલ પણ સાથ આપી રહ્યાં છે. પ્રયાસ છે કે કોઈપણ બાકી ના રહે.”
સોનુ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાતે નજર રાખે છે. સોનુએ કહ્યું કે, “રોજ અમે 1000-1200 લોકોને યુપી, બિહાર, તેલંગાણા અને કર્ણાટક મોકલીએ છીએ.’ મદદના નામ પર ઘરે મોકલવાનું કામ શા માટે કર્યું? આ અંગે સોનુએ કહ્યું કે,‘જ્યારે આ લોકોના ચાલતા જતા જોયા તો વિચાર્યું કે આ બાળકો મોટા થઈને એવી યાદો સાથે મોટા થશે કે તેમના પિતાને રસ્તામાં પોલીસે ડંડા માર્યા હતા. પરિવારના વડીલો રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. હું આ બાળકોની યાદો સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું મોગાથી મુંબઈ આવ્યો ત્યારે મારી પાસે રિઝર્વેશન પણ નહોતું. પૈસા નહોતા. મે વિચાર્યું કે આ લોકો મારા કરતા પણ ખરાબ સ્થિતિમાં ઘરે જઈ રહ્યાં છે.”
સોનુ સુદની વાત કરીએ તો એ પોતે પંજાબના મોગા જીલ્લાનો રહેવાસી છે. તે પોતે પ્રોફેશનલ એન્જિનિયર રહ્યો છે. માતા પ્રોફેસર હતા. તે સવાર-સાંજ ગરીબ બાળકોને ભણાવતા. પિતા શક્તિસાગર કપડાનો શોરૂમ ચલાવતા, જેને સોનુ આજે સ્ટાફની મદદથી ચલાવે છે. સોનુ કહે છે કે- પરિવારમાં બીજાની મદદનો જુસ્સો એવો હતો કે માતા-પિતા કહેતા રહેતા કે, ગરીબોની મદદને જ સફળતા માનવાનું રાખજે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news