આગામી આદેશ સુધી તમામ શાળા-કોલેજ રહેશે બંધ- ભારે વરસાદને કારણે લેવામાં આવ્યો મોટો નિર્ણય

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે છોટાઉદેપુર(Chhotaudepur)માં અતિભારે વરસાદને કારણે કલેકટર દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે ટ્વિટ કરીને જણાવતા કહ્યું છે કે, ભારે વરસાદ(Heavy rain)ને કારણે આવતીકાલથી તમામ શાળા-કોલેજ આગામી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે. આ બાજુ અમદાવાદ(Ahmedabad)માં પણ ગઇકાલે આવેલા ભારે વરસાદને કારણે આજનો દિવસ શાળા-કોલેજો બંધ રાખવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 11થી 14 જુલાઇ સુધી વિવિધ વિસ્તારોમાં ભારથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જોકે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હવે હાલની પરિસ્થિતિને જોતાં જીલ્લા કલેક્ટર દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

છોટાઉદેપુરના કલેક્ટરે જિલ્લામાં વરસાદની પરિસ્થતિ જોતાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે ટ્વિટ કરીને જણાવતા કહ્યું હતું કે, જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી હોવાને કારણે આવતી કાલથી અત્રેના જીલ્લાની શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. વહીવટી તંત્ર દ્વારા બીજી સૂચના ન આપવામાં આવે ત્યાં સુઘી આદેશનું પાલન કરવાનું રહેશે.

અમદાવાદમાં આજે તમામ સ્કૂલો બંધ:
અમદાવાદમાં 4.5 ઈંચ વરસાદ પડતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, જેને લઈ હવે શહેરની તમામ સ્કૂલો સોમવારે એટલે કે આજરોજ 11 જુલાઇએ બંધ રાખવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાતા DEOએ આ નિર્ણય લીધો હોવાની માહિતી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *