Clash between two groups: જૂથ અથડામણની ઘટનાઓ સમાચાર આપણે સાંભળી હોય છે.તેમાંથી રાજ્યના બોટાદ જિલ્લામાંથી જૂથ અથડામણની ઘટના સામે આવી રહી છે. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મામલે થયેલી જૂથ(Clash between two groups) અથડામણમાં કુલ 6 લોકો ઈજા પોહચી હતી. તેઓની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,જ્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉગ્ર બોલાચાલી બાદ મારામારી
મળતી માહિત અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામમાં ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મામલે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે થોડીવારમાં મારામારીમાં પરિણમી ગઈ હતી. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવાને લઈને બંન્ને જૂથના લોકો તીક્ષ્ણ હથિયારો વડે સામસામે પણ આવી ગયા હતા. બન્ને જૂથના લોકોએ કુહાડી, લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સામસામે હુમલો કર્યો હતો. બંને જૂથે સામસામે હથિયાર વડે સામ સામે હુમલો કરતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો.
મારામારીની ઘટનામાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત
આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ જૂથ અથડામણમાં કુલ 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 4 ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોને બોટાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે રાજપીપળા ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગઢડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રવિવારે વાઘોડિયમાં પણ સર્જાઈ હતી જૂથ અથડામણ
અત્રે ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના ભગાપુરામાં પણ રવિવારે 2 જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી. વાઘોડિયાના ભગાપુરા ગામે રવિવારે મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની પાર્ક કરેલી ગાડી સાથે ગામના શખ્સની ગાડી અથડાઈ હતી. જે પછી ભક્તની કારને નુકસાન પહોંચતાં નુકસાનીની માંગણી કરાતાં વાત વણસી ગઈ હતી. ત્યારબાદ ભૂવાના જૂથ સહિત અન્ય ગામના જૂથ વચ્ચે ખુલ્લા હાથે મારામારી થઈ હતી. જે બાદ આ મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube