ગુજરાત(Gujarat): ગઈકાલે રાજ્ય સરકારની ગૌરવ યાત્રા બાદ ડીસા(Deesa)માં યોજાયેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સભામાં ભારે હંગામો મચી ગયો હતો. ત્યારે આ દરમિયાન અચાનક એક યુવક ભાજપ(BJP)નો ખેસ પહેરી મુખ્યમંત્રીની સીક્યોરિટી વચ્ચે સ્ટેજ પર ચડી જતા થોડો સમય તો દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસ દ્વારા તેમજ કાર્યકરો દ્વારા યુવકને તાત્કાલિક પકડીને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધો હતો.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, યુવક સ્ટેજ પર ચઢ્યો ત્યારે તેના હાથમાં એક પત્ર હતો જે પત્ર હવે ચર્ચાનો વિષય બન્યો છે. એવું માનવામાં આવે છે કે, યુવકને કોઈ રજૂઆત કરવી હશે તે માટે સ્ટેજ પર ચઢી ગયો હતો. જોકે ત્યાં હાજર કાર્યકરોએ યુવકના હાથમાંથી પત્ર ખીસ્સામાં મુકી દીધો હતો અને તેને સ્ટેજથી દૂર લઈ ગયા હતા. હવે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આખરે એ પત્રમાં હતું શું??
જો વાત કરવામાં આવે તો ડીસામાં ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૌરવ યાત્રા લઈને પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભારે હંગામો મચી ગયો હતો. ડીસા ખાતે આવેલા માર્કેટ યાર્ડમાં જ્યારે મુખ્યમંત્રીની સભા ચાલી રહી હતી. તે ચાલુ સભા દરમિયાન એક યુવક લેખિતમાં રજૂઆત કરવા માટે સીક્યોરિટી વચ્ચે મુખ્યમંત્રી પાસે મંચ પર જ પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાની સાથે જ મુખ્યમંત્રી સભા સ્થળ છોડી રહ્યા હતા ત્યારે આ યુવક સ્ટેજ પર પહોંચી જતાં અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. પોલીસ દ્વારા તેમજ ભાજપના કાર્યકરો દ્વારા આ શખ્સને મુખ્યમંત્રી નજીક જતાં અટકાવીને તેના હાથમાં રહેલો કાગળ છીનવી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ યુવકને સ્ટેજથી દૂર લઈ જઈ અને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ શખ્સ તલાટી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ દ્વારા આ શખ્સની અટકાયત કરી લેતા તે સ્ટેજ પર કેમ ચઢ્યો હતો અને તેના હાથમાં રહેલા કાગળમાં શું લખાણ હતું તે અંગેની હજુ સુધી કોઈ પ્રકારની માહિતી મળી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.