હાલમાં એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમારું હ્રદય કંપી ઉઠશે. ડ્રગનું સેવન કરનારી લંડનની એક નિર્દયી મહિલાએ પોતાની દોઢ વર્ષીય બાળકી પર ગરમ પાણી નાખી દીધું હતું. બાળકી પર ગરમ પાણી પડતાં 1 કલાક સુધી તડપ્યા પછી તેનું મોત નીપજ્યું હતું.
આ બાબતે નિર્દયી મહિલાને આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. 26 વર્ષની કેટી ક્રાઉચરે પોતાના ઘરમાં માસૂમ દીકરી ગ્રેસી પર ગરમ પાણી નાખીને પોતે સાફ-સફાઈમાં લાગી ગઈ હતી. મહિલા પર ચાલેલા કેસના ટ્રાયલ વખતે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે સ્વભાવિક મૃત્યુ ન હતું.
બાળકીને મરવા માટે 1 કલાક સૂધી એ જ સ્થિતિમાં છોડી દેવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરનાર જજ જેરેમી બેકરે જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દૂ:ખદ તેમજ ચોંકાવનાર છે. જજે જણાવ્યું હતું કે, મેડિકલ રિપોર્ટથી સ્પષ્ટ જાણ થાય છે કે, બાળકીનું તાત્કાલિક મોત થયું નથી.
બાળકીએ 1 કલાક સુધી પીડા સહન કર્યાં બાદ એનું મોત થયું હતું. ઇજાને લીધે બાળકીની રક્ત વાહિકાઓ તરલ પદાર્થથી ખત્મ થઈ ગઈ હતી. જેને લીધે બાળકીના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું તેમજ છેવટે તેનું મોત નીપજ્યું હતું.
જજે જણાવ્યું હતું કે, તેમણે મનોચિકિત્સાનો રિપોર્ટ ધ્યાનમાં રાખતા તારણ કાઢ્યું કે, ક્રાઉઝર અવસાદ માનસિક રીતે પીડિત હતી. ગ્રેસીના મોતના સમયે ક્રાઉઝરે ઉચિત માત્રામાં ડ્રગ લીધું હતું, પરંતુ એ વાતની હજુ સુધી પુષ્ટિ નથી થઈ કે, ગરમ પાણી નાખતાં પહેલા ક્રાઉઝરે માદક પદાર્થનું સેવન કર્યું હતું કે નહીં. મહિલાની કિંગ્સ મિલ હોસ્પિટથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ક્રાઉઝરે બાળકીની હત્યાના આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle