કોંગ્રેસ નેતા અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને માર્યો તમાચો, જુઓ વિડિયો

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન હાલમાં ચાલી રહ્યું છે. કુલ 70 સીટ માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. આ દરમિયાન ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા મજનૂંના ટીલા વિસ્તારમાં પોલિંગ બૂથની વ્યવસ્થાનું નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર આમ આદમી પાર્ટીના કોઈ ઉમેદવારે અભદ્ર ટીપ્પણી કરી હતી. આથી ગુસ્સે થયેલા અલકા લાંબાએ તે ઉમેદવારને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો હતો. અલકા લાંબાએ ઉમેદવારને પોલીસમાં ફરિયાદ નોંધાવાની ધમકી પણ આપી હતી.

અલકા લાંબા આ વખતે દિલ્હીની ચાંદની ચોક વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા પણ તેઓ ગત્ત ટર્મમાં આ બેઠક પરથી જ ધારાસભ્ય હતા. આ વખતે અલકાની સામે આમ આદમી પાર્ટીના પ્રહલાદ સિંહ સાહની અને ભાજપના સુમન ગુપ્તા મેદાને ઉતર્યા છે. પણ અલકા લાંબાના લાફાના કારણે હવે દિલ્હીની ચૂંટણીનો રંગ બદલી ગયો છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020 માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. અગાઉ વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આમ આદમી પાર્ટી (AAP)એ 70 પૈકી 67 બેઠક પર જીત મેળવી રાજકીય પંડિતોને ચોકાવી દીધા હતા.

ભાજપને ફક્ત 3 બેઠક જ મળી હતી. 15 વર્ષ દિલ્હીની સત્તા પર રહેલી કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું ન હતું. આ વખતે પણ મુખ્ય સ્પર્ધા તો ભાજપ અને AAP વચ્ચે જ દેખાય છે. જોકે, કોંગ્રેસનો દાવો છે કે દિલ્હીના પરિણામો સૌને માટે આશ્ચર્યજનક રહેશે. CAA વિરોધી પ્રદર્શનનું કેન્દ્ર બનેલું શાહીન બાગ (ઓખલા વિધાનસભા ક્ષેત્ર)માં પાંચ પોલિંગ બૂથ છે. અહીં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *