ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી(Assembly elections)ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકીય પક્ષો ફૂલ જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પછી તે ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)એ મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જાણે કોંગ્રેસમાં ડર વધી રહ્યો હોય તેવું હાલના સમયમાં તો સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસને ડર છે તે આમ આદમી પાર્ટી કરતા પણ કમજોર છે અને તે આ ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકામાં કદાચ નહીં હોય તેમ આમ આદમી પાર્ટી પાસે ટેકા માટે અત્યારથી જ હાથ મિત્રતતાનો હાથ લંબાવવામાં આવ્યો છે.
જાણો ભરતસિંહ સોલંકીએ શું આપ્યું નિવેદન:
કોંગ્રેસની રાધનપુર ખાતે પહોંચેલી પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સિંહ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે ટેકો લેવા તૈયાર તેમ ભરત સોલંકીએ જણાવ્યું છે. રાધનપુરમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભરતસિંહ આ નિવેદન આપ્યું છે.
ભરતસિંહના નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ જાણો શું કહ્યું?
ભરતસિંહના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, આવી કોઈ વાત કરવાનો કોઈ અર્થ નથી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવતા કહ્યુ હતું કે, હું કે ભરતસિંહ આ નક્કી કરી શકીએ નહીં. તેમણે કહ્યું કે, ભરતસિંહ બોલે કે હું બોલુ તેનો કોઈ અર્થ નથી. આ નિર્ણય ભરતસિંહે લેવાનો નથી. પરંતુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, ભાજપ ગુજરાતમાં હારે તે ખુબ જ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.